News of Wednesday, 27th August 2025
પોરબંદર પાસે પ્રાચીન દાડમ દેવ મંદિરે જુવારના સાંઠા સાથે સુતા-સુતા જવાની અનોખી પરંપરા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૭: દરિયાઈ પટ્ટી પરના દિવાસા ગામે દાડમ મંદિરે શીલ ગામની સેવા સમિતિ અને ભરડા પરિવાર દ્વારા ધાર્મીક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ દરમિયાન ત્રણ કિલો મીટર અંતરે આવેલા આ મંદિર સુધી બહેનો અને માતાઓ જમીન પર જુવાર ધાન્યના સૂકા સાંઠા હાથમા રાખી ત્રણ કિલો મીટર સૂતા સૂતા ( તળપદી ભાષા માં ભો ભરવું ) આ મંદિર ખાતે આવી પહોંચતા આ મંદિરના પૂજારીઓ શ્રી દિલીપ ભાઈ ગોસ્વામી અને રાહુલ ભાઈ ગોસ્વામી દ્વારા આ મહિલાઓને કપાળમાં કુમ કુમ ચાંદલો કરી ને આવકારેલ હતાં.
દાડમ દેવ મંદિરે ધ્વજાં રોહણ થયા બાદ ધર્મ સ ભા માં દિવાસા શ્રી દાડમ દેવ મંદિર ખાતે મંદિરના પૂજારીઓ શ્રી દિલીપ ભાઈ અને એન્જીનીયર શ્રી રાહુલ ભાઈ ગોસ્વામી એ સ્કન્દ પુરાણ ના પ્રભાસ ક્ષેત્રપર્વ માં ઉલ્લેખ થયા પ્રમાણે મંદિરનો. પુરા ત્તવીય, પૌરાણિક અને ઐતિહાસિક પરિચય આપ્યો હતો. મંદિર પરિસરમાં ત્રણ પ્રાચીન ત્રણ ત્રણ ફૂટની ભવ્ય એક સાથે ત્રણ શિવલિંગ આવેલી છે જેની પૂજા શ્રીકળષણ એ કરી હતી. આ દાડમ દેવ ભરડા પરિવાર ખોજા પરિવાર સહીત વિવિધ જ્ઞાતિઓ માં આશ્થા નું પ્રતીક તરીકે પૂજાય છે
દિવાસા ગામની ચો ફર તો જૂનો મોટી મોટી શિલા ઓ ની દીવાલનો ગઢ આવેલો છે. આ પ્રાચીન ઐ તિહાંસિક નગર તરીકે ઓળખાતા દિવાસા ગામે શ્રીદાડમ દેવ મંદિર અભ્યાસુ માટે મહત્વનું બન્યું છે. ઇતિહાસ માં રસ રુચિ ધરાવનાર લોકો અને ઇતિહાસ ના વિદ્યાર્થીઓ મંદિર ના સંશોધનાત્મક અભ્યાસ માટે અનેક યુનિવર્સિટી ના રિ સ ર્ચ ર્સ આવતા રહે છે
ઉલ્લેખનીય છેકે, સ્કન્દ પુરાણ માં પ્રભાસ ક્ષેત્રે પર્વ ના ઉલ્લેખ પ્રમાણે દેવ ભૂમિ દ્વારિકા થી ભગવાન શ્રી કૃષ્ણનુ સોમનાથ પ્રભાસ ક્ષેત્ર માં આગમનથયું ત્યારે માધવપુર થઈને ઐતિહાસિક પ્રાચીન નગરી તરીકે ઓળખાતા આ પ્રાચીન શ્રી દાડમ દેવ મંદિર ના પરિસર માં આવેલી વિશાળ ત્રણ શિવલિંગ ની પૂજા કરી હતી બાદ દિવાસા થઇ પ્રભાસ ક્ષેત્ર (ભાલકા વેરાવળ ) થઇ ને પ્રભાસ પાટણ ખાતેના ત્રિવેણી (હિરણ કપિલા, સરસ્વતિ નદીના સંગમ સ્થળ ) ખાતે થી નિજ ધામ ઙ્કયાણ કર્યું હતું
શિલ ગામનાખારા જાપા દાડમ દેવ મંદિર સેવા સમિતિ ના ઙ્કમુખ શ્રી જયેશ ભાઈ ભરડા ના માર્ગદર્શન હેઠળ શ્રી ભૂવા આતા શ્રી વેજા ભાઈ જીણા ભાઈ ભરડા અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા ની નિશ્રામાં યોજાયેલ આ ઉજવણી ઉત્સવમાં સમાજ શ્રેષ્ઠિ શ્રી ચના ભાઈ ભરડા વિરમભાઈ ભરડા હિરેન ભાઈ ભરડા વિપુલ ભાઈ ભરડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિલ ગામના ઋષિકુમાર શ્રી વિનયભાઈ પુરોહિત નાં વૈદિક મંત્રો ચ્ચાર દ્વારા યગ્નોત્સવ, શ્રમ સફાઈ ધ્વજાં રોહણ મહા પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો આ ઉજવણી ઉત્સવ અવસરે યુવાનો એ દાડમ દેવ મંદિર નાં વિશાળ પરિસર માં સફાઈ અભિયાન હાથ ધરીને પાન, ફાકી, ગુટકા, માવા જેવા માદક દ્રવ્યો નું સેવન ન કરવા મંદિરમાં સંકલ્પ જાહેર કરી ઉદારણીય પહેલ ને લોકો એ આવકારી હતી. (૭.૧૬)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
