તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 27th August 2025
ટંકારા- લતીપર રોડ ઉપર આજી નદીના બ્રિજનું ૮૩ લાખના ખર્ચે રીપેરીંગ કરાશે
૩ મહિના સુધી ભારે વાહનો માટે પુલ બંધ વૈકલ્પિક રસ્તો વાયા પડધરી જાહેરઃ પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયા દ્વારા ખાખરા પાસેનો પુલ જર્જરીત હોવાના આક્ષેપ બાદ તંત્ર હરકતમાં આવ્યુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૨૭ : ટંકારા ખાતે લતીપર રોડ પર આજી નદી ઉપર આવેલા મહત્વના બ્રિજનું નવીનીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ૮૩ લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થવા માટે ૩ મહિનાનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે , જેના પગલે મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.
આ નવીનીકરણ કાર્યમાં બ્રિજની મજબૂતાઈ અને ટકાઉપણું વધારવા માટે અનેક મહત્વની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. આમાં ગન્ટીંગ (Gunting), એક્સપાન્શન જોઈન્ટ (Expansion Joint) અને બેરિંગ રીટ્રોફિટ (Bearing Retrofit) જેવા કામોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી બ્રિજની રચનાત્મક સ્થિરતા વધશે અને ભવિષ્યમાં વાહનોની સુરક્ષિત અવરજવર સુનિヘતિ થશે.
સમારકામના કામગીરીની વિગત આપતા રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ (R&B Department) ના ઈન્જીનયર શ્રી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે
ટંકારાના આજી નદીના બ્રિજના સમારકામ દરમિયાન ભારે વાહનોને લતીપર રોડનો ઉપયોગ કરવાની મનાઈ રહેશે. વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વિગતો જાહેર કરવામાં આવી છે જે ટંકારા મિતાણા ચોકડી થી પડધરી થી ધ્રોલ તરફ જવાનુ રહશે. જ્યારે પિપળીયા ચોકડીથી ભાદરા ધ્રોલ વાળો રસ્તો ઉપયોગ કરવા યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયા દ્વારા આ પુલની જાત નિરીક્ષણ કરી જર્જરીત હાલતમાં હોવાનું સોશ્યલ મિડિયા દ્વારા ચોંકાવનાર ફોટા વાયરલ કર્યા બાદ રોડ વિભાગ હરકતમાં આવ્યુ હતું અને આ અંગે તપાસ હાથ ધરી તાકીદે રિપેરિંગ કામગીરી ચાલુ કરી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
