News of Wednesday, 27th August 2025
ગોપાલ ઇટાલીયાની સાવરકુંડલા ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો
સભા સંબોધી લીધા બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ સહિતના સાથે મુલાકાતથી રાજકારણના નવા અધ્યાયની શરૂઆત થશે

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ : વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ધારાસભ્ય તરીકે વિજેતા થતા તેની અસર સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં પડી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકીય વિશ્લેષકોમાં પણ આ મુદ્દો રસપ્રદ બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રના બુદ્ધિ જીવી કાર્યકરોમાં પણ આમ આદમી પાર્ટી પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને ગોપાલભાઈ ઇટાલિયા ના પ્રવાસમાં તેમને વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે સાવરકુંડલા તાલુકાના મોટા ગણાતા એવા વંડા ગામમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની એક જાહેર સભા રાખવામાં આવી હતી જાહેર સભામાં ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગોપાલ ઇટાલીયા પરત ફરતી વખતે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ કે જેમણે નજીકના ભૂતકાળમાં જ ભારતીય જનતા પક્ષ વતી નગરપતિ તરીકે સાવરકુંડલા ને ખૂબ જ સારું શાસન આપ્યુ હતુ અને તેઓ હાલ પણ વોર્ડ નંબર આઠ ના અપક્ષ સદસ્ય તરીકે સેવા આપી રહ્યા તેવા પૂર્વ નગરપતિ ડી.કે.પટેલના નિવાસ્થાને સ્થાનીક કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન શહેર ભાજપના પૂર્વ મહામંત્રી એ .બી.યાદવ, મંગળુભાઈ ખુમાણ, પટેલ સમાજના આગેવાન ઘનશ્યામભાઈ બચુભાઈ જયાણી, હિંમતભાઈ લાખાણી સાથે શહેર નાના મોટા કાર્યકરો હાજર રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા નુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું અને બાદ માં ગોપાલ ઇટાલિયા સાથે રાજકીય ચર્ચા કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અત્રે નોંધનીય છે કે નજીકના ભવિષ્યમાં સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં પુરા જોમ અને જુસ્સાથી જંપલાવશે અને જો આમ થશે તો સાવરકુંડલા શહેરના રાજકારણ માં એક નવો અધ્યાય શરૂ થવાની પુરી સંભાવના જણાય છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
