<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગણપતિ સ્પેશ્યલ : દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી કે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે.

મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણ ના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓ ને દેશ વિદેશની ચલણી નોટો,સ્ટેમ્પ,સિક્કા નો સંગ્રહ કરવાનો શોખ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયા ની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજી નો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણ ના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓ ને દેશ વિદેશની ચલણી નોટો,સ્ટેમ્પ,સિક્કા નો સંગ્રહ કરવાનો શોખ છે.

(11:45 PM IST)