<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમેં નમો વનની શુભેચ્છા મુલાકાત લીધી.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો મિશન નવભારતની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના ૭૫માં જન્મ દિવસ સંદર્ભે મચ્છુ ડેમ પાસે આકાર લઈ રહેલ નમો વનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

     આ તકે મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા શાખાના અધ્યક્ષ  પ્રથમભાઈ અમૃતિયા, મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંત ના અધ્યક્ષ  અમૂલભાઈ જોષી, જિલ્લા સંગઠનમાં મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુકલ, જિલ્લા યુવા શાખા ના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, જિલ્લા યુવા શાખા ના ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ રાણા, મોરબી શહેર સંગઠનના મહામંત્રી મયુરભાઈ મહેતા, મોરબી તાલુકા સંગઠનના ઉપપ્રમુખ બળવંતભાઈ અને મિશન નવભારત ના નાના કાર્યકર્તા કેયૂર જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જેમના પ્રયાસો થી આ અદ્ભુત પર્યટન સ્થળ બની રહ્યું છે એવા મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો મિશન નવભારતની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વૃક્ષ દેવો ભવ સૂત્ર સાર્થક થાય તે માટે તમામ નાગરીકો પણ વૃક્ષારોપણ કરે તેવી અપીલ પ્રથમભાઈ અમૃતિયાએ કરી હતી અને આવા પુણ્યકાર્યોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અમૂલભાઈ જોષીએ કરી હતી.

(11:48 PM IST)