News of Thursday, 28th August 2025
હળવદમાં ગણેશ ઉત્સવનો પ્રારંભઃ હળવદ કા રાજા ગણેશ મહોત્સવમાં ૧૨ ફૂટની મૂર્તિ

( દીપક જાની દ્વારા ) હળવદ તા.૨૮: ગઈકાલે ગણેશ ચોથના દિવસથી ગણપતિ મહોત્સવ ચાલુ થઈ ગયા છે ત્યારે હળવદ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે સમસ્ત શહેરીજનો દ્વારા આયોજિત શહેરના શરણનાથ ઉપવન ખાતે હળવદ કા રાજા ગણેશ મહોત્સવમાં ૧૨ ફૂટની ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા માં આવી હતી .
હળવદ શહેર ખાતે ભવ્યાતિભવ્ય રીતે ‘‘હળવદ કા રાજા'' સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . ૧૨ ફૂટની ગણપતિ દાદાની દિવ્ય મૂર્તિ મુંબઈથી હળવદ પધરામણી કરવા મા આવી છે સાથે ભવ્ય પંડાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ સાથે દાદાનું સ્થાપન કરવામાં આવશે આ કાર્યક્રમમાં દરરોજ રાત્રે ભગવાનની સમૂહ આરતી કરવા ની સાથે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.
આ મહોત્સવ દરમિયાન રોજ રાત્રે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે સત્યનારાયણની કથા, સુંદરકાંડના પાઠ, શિવ માહિમસ્ત્રોત્ર ઉપરાંત આનંદના ગરબાનું આયોજન કરાયું છે. જેના માટે અલગ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
