News of Thursday, 28th August 2025
વાંકાનેરમાં ‘‘માર્કેટ ચોક કા રાજા'' ગણેશ મહોત્સવઃ જીતુભાઇ સોમાણીનું સન્માન

વાંકાનેરઃ વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત વાંકાનેર શહેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગો પર નિકળી હતી. જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગામે ગામ થી પોત પોતાનાં વાહન સાથે ગણેશજીની મૂર્તિ લઈ શોભાયાત્રામાં જોડાયા હતાં. જેમાં કુલ ૪૬ ગણપતિ પંડાલ સમિતિએ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે પ્રસંગે શોભાયાત્રામાં ભાગ લેનાર પંડાલો ને વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગામડેથી આવેલા પંડાલોને રૂપિયા ૫૧૦૦ તેમજ વાંકાનેર શહેર થી જોડાયેલા પંડાલોને રૂપિયા ૩૫૦૦ પ્રોત્સાહિત રકમ આપીને આ શોભાયાત્રા જોડાયેલ પંડાલોની ધર્મ પ્રત્યેની ભાવનાને જીતુભાઈ સોમાણી એ マદય પૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે વાંકાનેર શહેરનાં રાજ માર્ગો પર દરેક ચોકે ચોકે બાળકોથી શરૂ કરીને વૃધ્ધો, મહિલાઓ, યુવાનો સહિત દરેક લોકો એ જીતુભાઈ સોમાણીને ફુલ હાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરેલાં હતાં. આ ગણપતિ શોભાયાત્રાનું ૧૫મું વર્ષ છે ત્યારે વાંકાનેરની જનતા ઈચ્છે છે કે જીતુભાઇ સોમાણીના આવા ધર્મપ્રત્યેના કાર્યો હંમેશા માટે કરતા રહે તેવી આ દિવસે ગણપતિ દાદાને મનોકામના વ્યક્ત કરી હતી. (તસ્વીર- અહેવાલઃ લિતેશ ચંદારાણ- વાંકાનેર
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
