<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

તળાજામાં પરણિત સગા મોટાભાઈએ બહેન પર છરીની અણીએ દુષ્‍કર્મ આચર્યુ

ઘોર કળિયુગની એંધાણીઃ એક મહિનામાં બે વખત એકલતા નો લાભ લઈ પેટે છરી રાખી,સિગારેટના સાથળ પર ડામ દીધા

 

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ :..તળાજા પોલીસ મથકમાં  દુષ્‍કર્મ ની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુખ્‍ત વયની બહેને પોતાના સગા મોટાભાઈ વિરુદ્ધ એક માસ દરમિયાન બે વખત ઘરે એકલતાનો લાભ લઈ ને બળ જબરી પૂર્વક છરી ની અણીએ દુષ્‍કર્મ આચર્યું હતું.આરોપી એ પોતાની સગી બહેન ને વક્ષ સ્‍થળે સિગારેટ ના અનેક ડામ પણ દીધાહતા.

 હળાહળ કળિયુગ ની એંધાણી આપતા બનાવ ની વિગત એવી છેકે તળાજા પોલીસ મથકમાં આજે ત્રેવીસ વર્ષીય યુવતી એ પોતાના સગાભાઈ વિરુદ્ધ ક્રૂરતા પૂર્વક દુષ્‍કર્મ આચર્યું છે. ગત ૭ મા મહિના અને ચાલુ ૮ મા મહિનામાં બે વખત દિવસ દરમિયાન ઘરે કોઈજ ન હોય તેનો ભાઈએ લાભ ઉઠાવ્‍યો હતો.ભાઈના મનમાં એવો હવસ નો કીડો સળગ્‍યો કે બહેન ને પેટના ભાગે છરી ની અણી રાખી ને દુષ્‍કર્મ આચર્યું હતું.

એટલુંજ નહી સગી બહેન સાથે શારીરિક સબંધ બાંધવા ની સાથે અનેક વખત સાથળ ના ભાગે બીડી ના ડામ પણ આપ્‍યું હતા જે તપાસ અને પુરાવાના ભાગ રૂપે પોલીસ સામે આવ્‍યું હતું.

બહેન ને હવસ નો શિકાર બનાવનાર ભાઈ ૨૬ વર્ષ નો છે.પરણિત છે ને એક સંતાન નો પિતા છે.પીડિતા પુખ્‍ત હોય તપાસ પો. સ .ઇ ખાંભલા ચાલવી રહ્યા છે.આરોપી ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે યુવતી સાથે ફરિયાદ કરવા પરિવાર જનો પોલીસ મથકે દોડી આવ્‍યા હતા. (પ-૯)

 

 

(11:17 AM IST)