News of Thursday, 28th August 2025
જામજોધપુર તાલુકાના સાતવડ ગામમાં વાડીનું રખોપું કરવા ગયેલા શ્રમિક યુવાનને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

(સનદ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ર૮ :.. મૂળ દાહોદના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સાતવડ ગામની સીમમાં જમનભાઈ બકોરી ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મેહુલ રામસિંગભાઈ ભુરીયા નામના ૨૨ વર્ષના શ્રમિક યુવાનને વાડીની કાંટાળી તારમાંથી વીજ આંચકો લાગતાં તેનું મળત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મળતકના પિતા રામસિંગભાઈ પાંગળાભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મળતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન વાડી માલિક અશોકભાઈ ઉર્ફે સીદાબાપા બેચરભાઈ સંતોકી કે જેઓએ પોતાની વાડીની કાંટાળી તારમાં ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જેના કારણે શ્રમિક યુવાનનું મળત્યુ નીપજ્યું હતું. તેથી પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધ્યો છે. (પ-૧ર)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
