News of Thursday, 28th August 2025
ધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જનાર યુવાનની હત્યા

વઢવાણ, તા., ર૮: ધાંગધ્રા શહેરમાં રહેતા એક યુવાનનો ઈન્સ્ટાગ્રામ થકી એક પરિણીત મહિલા સાથે સંપર્ક થયો હતો. તા. ૧૫ના રોજ રાત્રે દોઢ કલાકે યુવાન પરિણીતાને મળવા જતા પરીણીતા, તેના પતિ સહિત પાંચ આરોપીઓએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પરીણમ્યો છે.
ધ્રાંગધ્રાની એક સોસાયટીમાં ૨૪ વર્ષીય મહિલા રહે છે.તેઓએ ૪ વર્ષ પહેલા લવ મેરેજ કરેલા છે. હાલ તેઓને સંતાનમાં ૨ વર્ષનો દિકરો છે. દોઢેક માસ પહેલા તેઓને ઈન્સ્ટાગ્રામ થકી સોની તલાવડી વિસ્તારમાં રહેતા ગૌતમ ગોપાલભાઈ કાચરોલા સાથે પરીચય થયો હતો. અને બન્ને વાતો કરતા હતા. બાદમાં મહિલાએ વાતો કરવાની ના પાડતા ગૌતમ અવારનવાર વાત કરવાની ધમકી આપતો હતો. ગત તા. ૧૫મીએ રાત્રે દોઢ કલાકે મહિલાએ પુર્વ આયોજીત કાવતરૂ રચીને ગૌતમને ઘરે મળવા બોલાવ્યો હતો. જેમાં ગૌતમ જતા લોખંડની ટોમી અને લાકડાના ધોકા વડે મહિલા, તેના પતિ આકાશ જયેશભાઈ સનારા, સસરા જયેશ કરશનભાઈ સોનરા, ધવલ ઉર્ફે ધોની જયેશભાઈ સોનરા અને સતીશ ઉર્ફે ભુવાએ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
