<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ખંભાળીયાનાં શીરેશ્‍વર લોકમેળામાં ઉમટતા લોકોઃ ચકડોળની મજા માણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખંભાળિયાના શીરેશ્‍વર લોકમેળામાં ગઇકાલે જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્‍ના તથા રાજયના વિધાનસભા દંડકશ્રી મકવાણા દ્વારા ઉદ્‌ઘાટન કર્યા પછી આજે સવારથીજ મેળામાં ધસારો થયો હતો.

બે દિવસથી વરસાદ રહી જતા અને ગારો કીચડ ના હોય ખંભાળિયા જ નહીં પણ જિલ્લાભરમાંથી ગ્રામ્‍ય પંથકમાં પણ લોકો વાહનો લઇને બાલ ગોપાલ સાથે ઉમટી પડયા હતા.

મેળામાં અપાયેલા લાયસન્‍સ તથા સરકારના એસ.ઓ.પી. તથા ગાઇડ લાઇન મુજબજ મેળામાં ચકડોળ તથા અન્‍ય સ્‍ટોલો ચાલે છે કે કેમ? તે અંગે પ્રાંત અધિકારીશ્રી કે. કે. કરમટા દ્વારા ચેકીંગ સરપ્રાઇઝ કર્યું હતું. (૭.૧૮)

(1:28 PM IST)