News of Thursday, 28th August 2025
દ્વારકાના ભીમરાણામાં મકાનમાંથી ૧૪.૬૮ લાખનો ૧૩૩૩ બોટલ દારૂ જપ્ત
આરોપી મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજાની શોધખોળઃ મીઠાપુર પોલીસ દ્વારા કાર્યવાહી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૮: ભીમરાણા ગામના આરોપીના કબ્જા ભોગવટાના મકાનમાંથી ગે.કા. વિદેશી દારૂની બોટલો નંગ-૧૩૩૩ જેની કુલ કિ.રૂ.૧૪,૬૮,૭૦૦ ના મુદામાલ પકડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ મીઠાપુર પોલીસ ટીમે શોધી કાઢયો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ સાહેબનાઓ દ્વારા પ્રોહિબીશન તથા જુગારના વધુને વધુ કેશો શોધી કાઢી પ્રોહિબીશન તથા જુગારની પ્રવર્તી સદંતર નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હતી.
જે સુચના અન્વયે મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર ડી.એન.વાંઝા તથા મીઠાપુર પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ મહિરાજદાન એમ. ગઢવી તથા પો.કોન્સ.જયપાલસિંહ આર. જાડેજા તથા રાજદીપસિંહ એચ. ઝાલાનાઓને મળેલ ચોક્કસ હકિકત આધારે રેઇડ દરમિયાન ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૩૩૩ જેની કિ.રૂ-૧૪,૬૮,૭૦૦ /-નો પ્રોહિ. મુદ્દામાલ પકડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા રહે. ભીમરાણા ગામ ખારા વિસ્તાર, તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકાની શોધખોળ હાથધરી છે.
આ કામગીરી ( ૧)પો.ઈન્સ. ડી.એન.વાંઝા (૨)પો.હેડ.કોન્સ મહિરાજદાન મનહરદાન ગઢવી (૩)પો.કોન્સ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ( ૪)પો.કોન્સ રાજદીપસિંહ હરદેવસિંહ ઝાલા (૫)પો.હેડ.કોન્સ મુકેશભાઈ સુખાભાઇ વાઘેલા (૬)પો.કોન્સ ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (૭)પો.કોન્સ. વિશ્વાસભાઇ કરશનભાઇ ચૌહાણ (૮)ડ્રા.હેડ.કોન્સ રવીરાજસિંહ ઈંદ્રસિંહ ઝાલાએ કરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
