<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

હવે ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએમાં ભણતી યુવતી ઉપર છરી વડે હુમલો

કોલેજ પૂર્ણ થયા બાદ મળવા આવેલા બે મિત્રો અને યુવતી વચ્ચે ડખ્ખો સર્જાતાં એક યુવકે યુવતી અને બીજા મિત્ર ઉપર હુમલો કર્યો

ભુજ :  શિક્ષણ સંસ્થાઓ હવે મારામારીનું કેન્દ્ર બની ચર્ચા અને ચકચાર સર્જી રહી છે. આજે સાંજે ભુજની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની ઉપર છરી વડે હુમલો કરાયાના બનાવે ચકચાર સર્જી છે. બનાવની પ્રાથમિક વિગતો પ્રમાણે બીસીએમાં ભણતી સાક્ષી ખાનીયા નામની યુવતીને ઇજાઓ પહોંચી છે. તેમ જ તેની સાથે જયેશ જયંતીજી ઠાકોર નામના યુવાનને પણ ઇજાઓ પહોંચી છે. બંને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગાંધીધામની રહેવાસી યુવતી ભુજમાં હોસ્ટેલમાં રહી સંસ્કાર કોલેજ ભુજમાં અભ્યાસ કરે છે. સાંજે કોલેજ છૂટ્યા બાદ તેને બે યુવા મિત્રો મળવા આવ્યા હતા. ત્યાર બાદ તેમની ત્રણેય વચ્ચે કોઈ બાબતે ડખો થયો હતો. એટલે એક યુવાને યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તે સમયે સાથે રહેલ મિત્ર ઉપર પણ છરી વડે હુમલો કરી હુમલો કરનાર યુવાન નાસી છૂટ્યો હતો. આ હુમલામાં યુવતી અને યુવાનને ઇજાઓ થઈ હતી. એક અઠવાડિયામાં ભુજ, ગાંધીધામ, આદિપુર અને ફરી ભુજનો હુમલાનો આ ચોથો બનાવ એ સૂચવે છે કે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકોની સલામતીનો મુદ્દો વિચાર માંગી લે છે.

(10:10 PM IST)