<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં તાલુકા અને શહેર પ્રમુખોની વરણી.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તાલુકા અને શહેરના પ્રમુખોની નિયુક્તિ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તાલુકા અને શહેરના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે.

        કોંગ્રેસ દ્વારા મોરબી તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ નારણભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે વનરાજભાઈ ડી. રાઠોડ, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે અશોકભાઈ સી. સાંગાણી, હળવદ તાલુકા પ્રમુખ તરીકે મહિપાલસિંહ ઝાલા, હળવદ શહેર પ્રમુખ તરીકે ગોપાલભાઈ એમ. ડોરાલા, વાંકાનેર શહેર પ્રમુખ તરીકે અરવિંદભાઈ રામજી આંબલીયા, માળિયા શહેર પ્રમુખ તરીકે ઇકબાલભાઈ યુ. જેડાની વરણી કરવામાં આવી છે.

(10:42 PM IST)