News of Friday, 29th August 2025
તરણેતર મેળામાંથી પરત ફરતી વખતે મોરબીના લાલપર નજીક અકસ્માત, કૌટુંબિક કાકા-ભત્રીજાના મોત.
કન્ટેનર ચાલકે બાઈકને ઠોકર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે આજે વહેલી સવારે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને કન્ટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા અને ભત્રીજાના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘાજીભાઈ ભંખોડીયા અને ભત્રીજા રમેશ પ્રેમજીભાઈ ભંખોડીયા બંને બાઈક લઈને તરણેતર લોકમેળામાં ગયા હતા અને મેળામાંથી પરત ફરતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો હતો લાલપર ગામ નજીક પહોંચતા કન્ટેનર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર પ્રેમજીભાઈ અને રમેશભાઈ બંને પડી જતા ગંભીર ઇજ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
અકસ્માત સર્જનાર કન્ટેનર જીજે ૧૨ એઝેડ ૩૨૭૦ નો ચાલક નાસી ગયાની સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે કૌટુંબિક કાકા ભત્રીજાના મૃત્યુને પગલે પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે આજે વહેલી સવારે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને કન્ટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા અને ભત્રીજાના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘાજીભાઈ ભંખોડીયા અને ભત્રીજા રમેશ પ્રેમજીભાઈ ભંખોડીયા બંને બાઈક લઈને તરણેતર લોકમેળામાં ગયા હતા અને મેળામાંથી પરત ફરતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો હતો લાલપર ગામ નજીક પહોંચતા કન્ટેનર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર પ્રેમજીભાઈ અને રમેશભાઈ બંને પડી જતા ગંભીર ઇજ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
અકસ્માત સર્જનાર કન્ટેનર જીજે ૧૨ એઝેડ ૩૨૭૦ નો ચાલક નાસી ગયાની સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે કૌટુંબિક કાકા ભત્રીજાના મૃત્યુને પગલે પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
