News of Friday, 29th August 2025
તરણેતરના મેળામાં લૂંટારૂ ગેંગ ત્રાટકીઃ ત્રણ વૃદ્ધો બેભાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૯: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. ૩ વળદ્ધને સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા છે. ત્રણ વળદ્ધ બેભાન હાલતમાં છે. જેથી શું થયું તે કંઈ બોલી શકતા નથી. પરિવારજનોને જાણ થતા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા છે...
મળતી વિગત મુજબ, દેવાભાઈ રાજસીભાઈ વરવારીયા (ઉંમર વર્ષ ૬૫, રહે. મેવાસા ગામ તાલુકો કલ્યાણપુર જીલ્લો દ્વારકા) ગઈ કાલે સાંજે ૫ વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં થાનગઢ ખાતે હતા.
ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા તેઓને પ્રથમ થાનગઢ સરકારી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેવાભાઈ ના પરિવારજનો એ જણાવ્યું કે, દેવાભાઈ એ પોતાના બંને કાનમાં ત્રણ તોલાના ઠોરીયા પહેર્યા હતા જે હાલ મળી આવેલ નથી.
બીજા એક બનાવમાં કાનાભાઈ રમુભાઈ ભરવાડ (ઉંમર વર્ષ ૫૦, રહે. દાતિસણ ગામ, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ) આજે સવારે ૮-૦૦ વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓના કાને પણ પહેરેલું એક તોડ્યું મળી આવ્યું નહોતું અને રોકડ રકમ પણ મળી આવી નહોતી.
અન્ય એક વળદ્ધની ઓળખ હજુ નથી થઈ શકી. કયારે આ પ્રકારની મેળામાં બનતી ઘટના થી ચકચાર ફેલાઈ જવા પામ્યો છે મેળામાં આવતા લોકો સલામત કેટલા તેની સામે પણ સવાલ ઉભો થાય છે કારણ કે મેળામાં ૨૫૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત આઠ જેટલા પીઆઇ તેમજ ૧૦૦ થી વધુ પીએસઆઇઓની મેળા બંદોબસ્ત માટે નિમણૂક કરવામાં આવી છે તે છતાં પણ આવી ગુનાહિત પ્રવળત્તિ કરતી ગેંગ વિશ્વ વિખ્યાત તરણેતરના મેળામાં સક્રિય થાય તો કાયદો વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થાય છે.
આ અંગે હજુ કોઈ તપાસ પણ શરૂ નથી કરવામાં આવી ત્યારે બેહોશ હાલતમાં ત્રણ જેટલા વળદ્ધોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. (૭.૧૯)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
