News of Friday, 29th August 2025
મહિલા પોલીસ અધિકારીને અભદ્ર કોમેન્ટ કરનાર પાંચ આરોપી વિસાવદર કોર્ટ દ્વારા જેલ હવાલે

જુનાગઢ તા.૨૯: તાજેતરમાં વિસાવદર પો.સ્ટે. માં કલમ-૭૫(૧)(iv), ૩૫૬(૨) ૨૯૬(બી) ૩૫૨ તથા આઇ.ટી. એકટ કલમ-૬૭ મુજબના ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાની તપાસ આર.બી.ગઢવી પોલીસ ઇન્સ. એસ.ઓ.જીનાઓ ચલાવી રહહેલ હોય. જે ગુનામાં મહિલા પોલીસ અધિકારીને જાતિય પ્રકારની અભદ્ર કોમેન્ટ સોશ્યલ મીડીયામાં કરનાર અને નીમ્ન કક્ષાની માનસીકતાના ધરાવતા કુલ-૦૬ આરોપીઓને અગાઉ જૂનાગઢ એસ.ઓ.જી. દ્રારા અટક કરવામાં આવેલ હતા. બાદ આ ગુનામાં તપાસ કરતા જાણવા મળેલ કે મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકશાન કરવાના ઈરાદે કુલ-૦૫ જેટલા યુઝરોએ પોતાની આઇ.ડી. પરથી જાતિય પ્રકારની અભદ્ર કોમેન્ટ કરેલ છે. જે બાબતે ટેકનીકલ ટીમની મદદ લઇ ઉપરોકત વાયરલ થયેલ વિડીયોમાં અભદ્ર ટીપ્પણીઓ કરનાર તમામ ફેસબુક યુઝરો અંગે માહિતી મેળવી તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી કુલ-૦૫ આરોપીઓને ગુજરાત રાજયના અલગ અલગ શહેરો ખાતેથી પકડી પાડેલ છે જેઓને વિસાવદર ખાતે રજુ કરતા કોર્ટ દ્રારા જેલ હવાલે મોકલવામાં આવેલ છે.
અટક કરેલ આરોપીઓમાં (૧) વિશાલ ભરતભાઈ વેકરીયા, રહે.સુરત, નાના વરછા, ગંગા જમના સોસાયટી, (૨) વિવેક કાંન્તીભાઈ ચોપડા, રહે.સુરત, મોટા વરાછા, ગોકુલધામ સોસાયટી, (૩) ભરતભાઈ હરગોવીંદભાઈ ઠાકર, રહે.રાજકોટ, ભક્તીનગર સર્કલ, સહકાર મેઈન રોડ, (૪) વીનુભાઈ કાનજીભાઈ ઉકેડીયા, રહે. ગામ-પીપળીયા, તા.વાંકાનેર, (૫) સંજયભાઈ હીરાભાઈ માળી, રહે.વડોદરા, તાંદલજા રોડ, ગુલાબવાટીકા સોસા.નો સમાવેશ થાય છે.
એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. આર.બી.ગઢવી તથા એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડીયા, ઇરફાનભાઇ રૂમી, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઇ માલમ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઈ શેખવા, બાલુભાઇ બાલસ, રવિભાઇ ખેર, પરેશભાઈ ચાવડા, જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્સ. રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા, કળણાલભાઈ પરમાર, માનસિંહ રાઠોડ, મયુરભાઇ ઓડેદરા, વિશાલભાઇ ડાંગર તથા સોશ્યલ મીડીયા સેલ જૂનાગઢના પો.કોન્સ. તરુણભાઇ ડાંગર વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.(૨.૧૬)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
