<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

વિદેશી કપાસ પર 11 ટકા આયાત ડ્યૂટી રદ કરવાના નિર્ણય સામે વિરોધ :વઢવાણના પૂર્વ ભાજપ ધારાસભ્ય ધનરાજ કૈલાએ પીએમને પત્ર લખ્યો

પત્રમાં કૈલાએ ચેતવણી આપી કે સસ્તા વિદેશી કપાસની આયાતથી ખેડૂતોનું નુકસાન થશે, જેના પરિણામે ઋણગ્રસ્ત ખેડૂતોમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે

  સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ભાજપ ધારાસભ્ય ધનરાજ કૈલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વિદેશી કપાસ પર 11 ટકા આયાત ડ્યૂટી રદ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  પત્રમાં કૈલાએ ચેતવણી આપી કે સસ્તા વિદેશી કપાસની આયાતથી ખેડૂતોનું નુકસાન થશે, જેના પરિણામે ઋણગ્રસ્ત ખેડૂતોમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે.

   મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ જેવા કપાસ ઉત્પાદક વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ પહેલેથી જ ઊંચું છે. આ નિર્ણયથી સરકારને 170 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે, જ્યારે ટેક્સટાઈલ ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે, પરંતુ ખેડૂતોના હિતોનું બલિદાન થશે.  

(9:31 PM IST)