News of Friday, 29th August 2025
મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઈ.
ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું તા. ૨૯/૦૮/૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ. કોલેજના મહિલા ફરિયાદ નિવારણ શાખા Women’s Grievance Redressal Cell અંતર્ગત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા સેલના કોઓર્ડીનેટર ડો. કવિતાબા ઝાલા અને ડો. રેખાબેન કચોરીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. પ્રા. જે. એમ. કાથડ તેમજ ડો. એ. એચ. રાજપૂતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રથમ ક્રમાંકે મિયાત્રા મિત્તલ, ગુપ્તા જયા, કુમાવત ચેતના તેમજ દ્વિતીય ક્રમાંકે સોનગરા અસ્મિતા અને તૃતીય ક્રમાંકે સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, સોલંકી ભારતી રહ્યા હતા. સમગ્ર સ્ટાફ ગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
