<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓફિસમાં જુગાર રમતા છ ને પોલીસે ઝડપી લીધા રૂ ૧.૦૪ લાખ કબ્જે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીએ આવેલ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના ચોથા માળે જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન ચોથા માળે આવેલ ઓફીસ નંબર 429મા આરોપી 1. જયદીપકુમાર કરમશીભાઈ હળવદિયા (રહે.આલાપ પાર્ક) 2   પ્રથમભાઈ દેવાયતભાઈ ખાડેખા (રહે.શ્રીરામ પાર્ક, નાની વાવડી ) 3.જયભાઈ રાજુભાઇ કાંજીયા (રહે.પંચાસર રોડ ) 4. દીપભાઈ કમલેશભાઈ કાંજીયા (રહે.આલાપ રોડ ) 5. સાવનભાઈ પટેલ (રહે.જુના ઘુંટુ)  અને 6 આરોપી યશભાઈ રમેશભાઈ કાંજીયા ( રહે.રામકો બંગલો, લીલાપર કેનાલ રોડ મોરબી)  નામના શખ્સો રોકડા રૂપિયા 1,04,000ની રોકડ સાથે ઝડપાઈ જતા તમામ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.

(12:47 AM IST)