News of Saturday, 30th August 2025
રાજકોટના ડેપ્યુ. મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરવાણીની ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિયુક્તિ
અગાઉ ભુજમાં પ્રાંત અધિકારી રહી ચૂકેલા મનીષ ગુરવાણી કાર્યદક્ષ અધિકારી તરીકેની છાપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : રાજ્ય સરકાર દ્વારા કચ્છની ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે મનીષ ગુરવાણીની નિમણૂક કરાઈ છે.
હાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા મનીષ ગુરવાણીની રાજકોટથી બદલી કરીને તેમને અહીં ગાંધીધામમાં મુકવામાં આવ્યા છે.
હાલ કમિશનર તરીકે અધિક ચાર્જ સંભાળતા મેહુલ દેસાઈ પાસેથી હવાલો પરત લઈ લેવાયો છે. અગાઉ ભુજમાં પ્રાંત અધિકારી રહી ચૂકેલા મનીષ ગુરવાણી કાબેલ અને કાર્યદક્ષ અધિકારી છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
