News of Saturday, 30th August 2025
પોરબંદરમાં આવતીકાલે સમૂહ બ્રહ્મ મહાપ્રસાદ
૧૭૦૦થી વધુ ભૂદેવો પરિવાર મહાપ્રસાદનો લાભ લેશેઃ અક્ષર નિવાસી પિતાશ્રી જીવરાજભાઇ હરિભાઇ જોબનપુત્રા તથા અક્ષર નિવાસી માતુશ્રી લીલાવંતીબેન જીવરાજભાઇ જોબનપુત્રા તથા જોબનપુત્રા પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે સમૂહ બ્રહ્મ મહાપ્રસાદ : રાજકોટના મનોરથી પરિવાર પ્રશાંતભાઇ જીવરાજભાઇ જોબનપુત્રા તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહીને તેમના હસ્તે ભૂદેવ પરિવારોનું સન્માન કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦: આવતીકાલે રવિવારે તા. ર્ં૩૧ ઓગસ્ટના રોજ, તાજાવાળા લોહાણા મહાજન વાર્ડીં ખાતે ભવ્ય સમૂહ બ્રહ્મ+મહાપ્રસાદ (બ્રહ્મ પુરી) નો કાર્યક્રમ યોજાનાર છે. આ પુણ્યમય કાર્યક્રમમાં ૧૭૦૦થી વધુ ભૂદેવો પરિવાર સહિર્તં એકસાથે પંક્તિમાં મહાપ્રસાદનો લાભ લેશે.
થોડા સમય અગાઉ, સામાજિક અગ્રણી અને લોહાણા સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા જલારામ મિત્ર મંડળ ના શ્રી રાકેશભાઈ મોનાણીના માતુશ્રી સ્વ. શારદાબેન શશીકાંતભાઈ મોનાણીની સ્મળતિમાં, તેમના પરિવાર દ્વારા પોરબંદરમાં ૧૧-૦૦થી વધુ ભૂદેવોને મહાપ્રસાદ લેવડાવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમના રાજકોટ સ્થિત મામા શ્રી ઘનશ્યામભાઈ જીવરાજભાઈ જોબનપુત્રા દ્વારા, તેમના પિતાશ્રી અક્ષરનિવાસી જીવરાજભાઈ હરિભાઈ જોબનપુર્ત્રાં તથા માતુશ્રી અક્ષરનિવાસી લીલાવતીબેન જીવરાજભાઈ જોબનપુર્ત્રાં તેમજ સમસ્ત જોબનપુત્રા પરિવારના સર્વે પિત્રુ ઓના મોક્ષાર્થે આ બીજી વખત પોરબંદરમાં સમૂહ બ્રહ્મ+મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યર્ક્મને સફળ બનાવવા માટે રાકેશભાઈ મોનાણી, મહેશભાઈ મોનાણી, જગદિશભાઈ મોનાણી તથા તેમની સમગ્ર મોનાણી પરિવાર છેલ્લા એક મહિના થી સતત પરિશ્રમપૂર્વક કાર્યરત છે. તેઓ વ્યકિતગત રૂપે દરેક ભૂદેવ પરિવારનો સંપર્ક કરી આ પવિત્ર મહાઙ્ઘસાદ માટે નિમંત્રણ કાર્ડ આપી આમંત્રિત કરી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમ્યાન, સવારના ૧૧-૩૦ વાગ્યાર્થીં, ભૂદેવોને એકસાથે પંગત મા મહાપ્રસાદ પીરસવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના મનોરથી પરિવારશ્રી પ્રશાંતભાઈ જીવરાજભાઈ જોબનપુર્ત્રાં તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહી ભુદેવ પરિવારોનું સન્માન કરશે. વધુ માહિતી માટે સંપર્ક રાકેશભાઈ મોનાણી મો. ૯૪૨૭૭૩૪૭૧૦ કરવા યાદીમાં જણાવાયું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
