<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કૂલ- ચલાલાની દીકરીઓ ઇસરો સાયન્‍સ સીટી અમદાવાદ ખાતે ચમકી

 

જુનાગઢઃ પૂ. સંતશ્રી ડો. રતીદાદાના આશીર્વાદથી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલ ચલાલાની દીકરીઓએ અમદાવાદ સાયન્‍સ સિટી ખાતે ‘‘નેશનલ સ્‍પેસ ડે'' મોડેલ મેકિંગ સ્‍પર્ધા- ૨૦૨૫મા ભાગ લીધો. ચંદ્રયાન -૩ ના સફળતા પૂર્વક સોફ્‌ટ લેન્‍ડીગની બીજી એનિવર્સરી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. ડો. ચંદ્રમૌલી  (ચેરમેન, રમણ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ફાઉન્‍ડેશન,ભારત), રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલના આચાર્ય તુષારભાઈના માર્ગદર્શન અનુસાર દીકરીઓએ અવકાશ વિજ્ઞાનને લગતો પ્રોજક્‍ટ ચંદ્રયાન - ૩ રજુ કર્યો. ચંદ્રયાન વિશેની સચોટ માહિતી આપી નિર્ણાયકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. દીકરીઓએ ઇસરોની સિદ્ધિઓ અને ભારતના અંતરિક્ષ મિશન અંગે નજીકથી માહિતી મેળવી.આ કાર્યક્રમમાં ઇસરોના વૈજ્ઞાનિક  આશિષ સોની, મિલન રોહિત, વિમલ કે. પટેલ, નીતેશ એમ.દેસાઈ (ડાયરેક્‍ટર SAC), ડો.વ્રીજેશ પરીખ, સાયન્‍સ સિટીના વૈજ્ઞાનિકો, વિવિધ મહેમાનોએ હાજરી આપી. આ કાર્યક્રમ રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કૂલની દીકરીઓ માટે ગર્વનો પળ બની. દીકરીઓની આ સિદ્ધિથી ટ્રસ્‍ટ અને સ્‍કુલએ ગૌરવની લાગણી અનુભવી. પૂ. સંત શ્રી ડો.રતીદાદા, ભારત ભૂષણ મહેશભાઈ, ડાયરેક્‍ટર શીતલબેન મહેતા સહીત સ્‍ટાફગણે દીકરીઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભારત ભૂષણ મહેશભાઈ, ડાયરેક્‍ટર શીતલબેન મહેતા, આચાર્ય તુષારભાઈએ જેહમત ઉઠાવી હતી.(

(12:19 PM IST)