News of Saturday, 30th August 2025
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બીમરાણા ખાતે લોક સુનાવણી

(આલાપ ભરતભાઈ બારાઈ) દ્વારા) ઓખા તા. ર૯ :.. ઓખામંડળના બીમરાણા નજીક દરિયાકાંઠે વિરાવલા ઓનશોરજોઇન્ટ પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૧૫૦ હેક્ટર જમીનમાંથી ઓફશોર ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટ સ્થાપવાનું છે. આ વિસ્તારમાં અન્ય કંપનીઓ પણ રસ દાખવી રહી છે. જેના લીધે સ્થાનિક રોજગારમાં વધારો થશે અને યુવાનોને રોજગારીનાં વધુ અવસર મળી રહેશે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જ્ઞાતાહોર હેઠળ મેસર્સ સન પેટ્રોકેમિકલ્સ ઙ્કાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તાલુકાના બીમરાણા ગામની સીમમાં સર્વે નં.૩૪૭ કિ.મી.થી ઓફશોર ઓઇલ એન્ડ ગેસના વિકાસ અને ઉત્પાદન અંગેનાં સુરિતિ પરિયોજના ઙ્કોજેક્ટ કેટેગરી - એ સંદર્ભે માંગણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સંદર્ભે બીમરાણા ગામ ખાતે ગ્રીન સ્કૂલ, ફ્રી પાર્ટી પ્લોટ ખાતે સવારે લોકસુનાવણી ચાલી રહી છે.
લોકસુનાવણી દરમ્યાન લાગતા ઙ્ક‘ોના સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો, સૂચનો અને ટીકા-ટિપ્પણીઓ આપી શકશે. પર્યાવરણલક્ષી મુદ્દાઓ અંગેના ઙ્કતિભાવ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને મોકલવા રહેશે.
જો આ પ્રોજેક્ટ ઓખા મંડળમાં અમલમાં આવે તો સમગ્ર ઓખા મંડળમાં જમીનના ભાવમાં પણ ભારે વધારો થવાની સંભાવના છે અને જમીનની કિંમત આસમાને પહોંચશે.
જોઈવાનું એ છે કે આજની આ લોકસુનાવણીના પરિણામોથી ઓખા મંડળનું ભવિષ્ય નક્કી થવાનું છે. પહેલાથી જ અદાણી ગ્રુપે ઓખા પોર્ટ વિકાસ પ્રત્યે રસ દેખાડ્યો હતો, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
