<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જામનગરમાં ‘વોટ ચોરી' સામે રણનિતિ બનાવી લડત શરૂ

જામનગરઃ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી દેશમાં વોટ ચોરી થઇ રહી હોવાના આક્ષેપ સાથે લોકશાહી બચાવવા રણનીતિ બનાવી લડત આપવામાં આવી રહી હોવાનું જણાવ્‍યું હતું. આ પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, મનપાના વિપક્ષ નેતા ધવલ નંદા, વિપક્ષી કોર્પોરેટરો અને કોંગ્રેસના અગ્રણી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતાં.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 PM IST)