<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ :ગાધકડા ગામમાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાયા

નદી ફુલઝરમા પૂર આવ્યું: નદી ઉપર આવેલો ફુલજર ડેમ પણ ઓવરફ્લો થવા પહોંચ્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી . સાવરકુંડલાના ગાધકડા ગામે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. ખાસ કરીને, ગાધકડાની નદી ફુલઝરમાં તો પૂર આવ્યું છે. નદી ઉપર આવેલો ફુલજર ડેમ પણ ઓવરફ્લો થવા પહોંચ્યો છે. જો કે, લાંબા વિરામ બાદ આ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 


 

(6:24 PM IST)