<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા બાવાપીપળીયા ગામની બજારમાં લટાર મારતા જોવાયા

શેરીમાં સિંહ પરિવારના આંટાફેરા CCTVમાં થયા કેદ :સિંહ પરિવાર સાથે બાઈક સવાર દંપતીનોઆનો સામનો થતા દંપતીના જીવ પડીકે બંધાયા

જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. બાવાપીપળીયા ગામની બજારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી છે. શેરીમાં સિંહ પરિવારના આંટાફેરા CCTVમાં થયા કેદ છે. સિંહ પરિવાર સાથે બાઈક સવાર દંપતીનોઆનો સામનો થતા દંપતીના જીવ પડીકે બંધાયા હતા. જો કે સિંહ પરિવાર તેમની મસ્તીમાં પસાર થઈ ગયો હતો. શિકારની શોધમાં સિંહો રહેણાક વિસ્તારમાં આવ્યાનું અનુમાન છે.  હાલ રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ છે.

 


 

(9:42 PM IST)