News of Saturday, 30th August 2025
રીબડાના ગુંદાસરા ગામના કારખાનામાં જુગાર રમતા રાજકોટના 6 સહીત સાત શખ્શો રૂ. 20.21 લાખની રોકડ સહીત ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસનો સપાટો : 7 જુગારીઓને 82.76 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગ નાઓના તરફથી પ્રોહીબીશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા શખ્શો ઉપર નજર રાખી આવી પ્રવૃર્તીઓ કરતા શખ્શો વિરુદ્ધ "Zero Tolerance to Prohibition & Gambling" નીતિ મુજબ કામગીરી કરી આવી પ્રવૃતીઓ નેસ્ત-નાબુદ કરવા સુચના થયેલ હોય જે અન્વયે ગોંડલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન ખાનગી રાહે, ચોક્કસ અને ભરોષાપાત્ર હકીકત મળેલ કે, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની સીમમાં હીતેષભાઈ હરજીભાઈ મણવર ( રહે-રાજકોટ વાળા) ના “પ્રીમીયર એન્ટરપ્રાઈઝ” નામના કારખાનામાં અમુક શખ્સો તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમે છે. જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા ફૂલ સાત ઇસમોને પકડી પાડી જુગારધારા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી (૧) લલીતભાઇ ચંદુભાઇ કાનેરીયા, રહે રાજકોટ, અંબીકા ટાઉનશીપ.(૨) હીતેષભાઇ હરજીભાઇ મણવર, રહે. રાજકોટ, જગન્નાથ ચોક, વ્રજરત્ન એપાર્ટમેન્ટ.(૩) રમેશભાઇ વલ્લભભાઇ મારડીયા, રહે. રાજકોટ, આત્મીય કોલેજની સામે, શ્યામલ કુટીર.(૪) પ્રતિકભાઇ જ્યંતીભાઇ ભુત, રહે. રાજકોટ, અંબીકા ટાઉનશીપ.(૫) જેમીનભાઇ માધવજીભાઇ ઘેટીયા, રહે. રાજકોટ, અંબીકા ટાઉનશીપ.(૬) મનીષભાઇ દુર્લભજીભાઈ ચનીયારા, રહે. ગોંડલ, ગુંદાળા રોડ, શાંતીનગર.(૭) દીલીપભાઇ પ્રાગજીભાઇ અસોદરીયા, રહે.રાજકોટ, પેડક રોડ, ગુજરાત સોસાયટીને ઝડપી લેવાયા છે
પોલીસે રોકડ રૂપિયા - ૨૦,૨૧,૦૦૦/-- ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/00- મોબાઇલ ફોન નંગ-૮, જેની કુલ કિં.રૂા.૬,૮૫,૦૦૦/ ફોર વ્હીલ કાર નંગ-૦૩, મો.સ. નંગ-૧ જેની કુલ કિં.રૂ.૫૫,૭૦,૦00 મળીને કુલ મુદ્દામાલની કુલ કી.રૂ.૮૨,૭૬,૦૦૦/ કબ્જે કરેલ છે
-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીમાં PI એ.ડી.પરમાર ,P.C. રણજીતભાઇ ધાધલ , PSI આર.જે.જાડેજા, P.C. મુકેશભાઈ મકવાણા, PSI આર.આર.સોલંકી, P.C. જયદિપભાઇ ધાધલ,ASI રૂપકભાઇ બોહરા,P.C. ભગીરથભાઇ વાળા
H.C. ધર્મેન્દ્રસિંહ જાડેજા, P.C. ભરતભાઇ ગમારા,H.C. અજયસિંહ ઝાલા,+ P.C, અરવીનભાઈ સાપરા,P.C. રવિરાજસિંહ વાળા, P.C. પૃથ્વિરાજસિંહ ડોડીયા,P.C. જયદિપસિંહ રાણાએ કામગીરી કરી હતી
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
