News of Sunday, 31st August 2025
કોડીનારમાં થયેલી ઘરફોડ ચોરીનો એસ. ઓ.જી પોલીસે ભેદ ઉકેલ્યો..
બે આરોપી ને ઝડપી પાડ્યા.

કોડીનાર: ગત તા.૧૬ ના રોજ કોડીનારના મૂળદ્વારકા ગામમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેક્ટરીની એક ન્યુ સેફટી વિસ્તારમાંથી ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં કન્વેયર બેલ્ટ અને એલ્યુમિનિયમની સાઈડ શીટ સહિત કુલ રૂ.૨૦,૦૦૦નો મુદ્દામાલ ચોરાયો હતો. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી.
એન.એન.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીર સોમનાથ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ કરતાં બે આરોપીઓ - અબ્દુલફતાહ આરીફભાઈ સોરઠીયા અને રાહુલ મુળુભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં ચોરાયેલો મુદ્દામાલ, જેની કિંમત રૂ.૨૦,૦૦૦ છે, કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ થોડા દિવસ પહેલા કોડીનાર સુપ્રસિદ્ધ બાપેશ્વર મહાદેવ મંદિર તેમજ બાયપાસે અન્ય જગ્યાએ નાની-નાની ચોરીઓ કરનાર આરોપી ઝડપાયા નથી ત્યારે હજુ પોલીસ આવા ગુના સાથે સંકળાયેલા લોકોની સદન તપાસ કરી રહી છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
