<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

અરવલ્લી જિલ્લામાં આવેલ વાત્રક ડેમ છલોછલ : ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલાયા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા

ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રકડેમ તેની મહત્તમ જળ સપાટીએ પહોંચ્યો : રુલ લેવલ જાળવવા વાત્રક નદીમાં 12600 ક્યુસેક પાણી છોડાયું

અરવલ્લી જિલ્લામાં આવેલ વાત્રક ડેમ છલોછલ થયો છે. વાત્રક ડેમમાં 12,600 ક્યુસક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રકડેમ તેની મહત્તમ જળ સપાટીએ પહોંચ્યો છે.  રુલ લેવલ જાળવવા વાત્રક નદીમાં 12600 ક્યુસેક પાણી છોડાયું છે. વાત્રક ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની જળ સપાટી 135 .97 મીટર છે. વાત્રક ડેમમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.

(12:16 PM IST)