News of Sunday, 31st August 2025
ધ્રોલના વાંકીયા ગામે ઉંડ નદીના પટમાંથી પાણીની મોટરોની ચોરી કરનાર ૪ શખ્સો ઝડપાયા
ધ્રોલ પોલીસે પાણીની મોટરો કુલ ૦૮ તથા ચોરીમા ઉપયોગ કરેલ એક ટ્રેકટર (ટ્રોલી સાથે) કુલ મુદામાલ કિ.રૂ.૪,૨૮,૦૦૦/-ના મુદામાલ જપ્ત કર્યો હતો

ધ્રોલઃ ધ્રોલ પોલીસ સ્ટેશન વાંકીયા ગામ સીમ વિસ્તાર ઉંડ નદીના પટમાથી પાણીની મોટરોની ચોરીના ચાર આરોપીઓને ચોરી કરેલ પાણીની મોટરો કુલ ૦૮ તથા ચોરીમા ઉપયોગ કરેલ એક ટ્રેકટર (ટ્રોલી સાથે) કુલ મુદામાલ કિ.રૂ.૪,૨૮,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ
ધ્રોલ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૫૦૬૫૧/૨૦૨૫ BNS કલમ ૩૦૩(૨) (ચોરી) મુજબનો ગુન્હો તા-૨૦/૦૮/૨૦૨૫ ના રાત્રીના સાડા અગ્યાર વાગ્યાથી તા.૨૧/૦૮/૨૦૨૫ ના સવારના સાદા સાત વાગ્યા વચ્ચે કોઇ પણ સમયે ધ્રોલના વાંકીયા ગામ સીમ વિસ્તાર ઉંડ નદીના પટમાથી પાણીની મોટરો નંગ-૦૮ કિ.રૂ.૨૮,૦૦0/-નો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી, થયેલ જે CCTV કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સથી ધ્રોલ પોલીસ સ્ટેશન રાજેશભાઇ કે.મકવાણા તથા તથા કલ્પેશભાઇ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે. જાડેજા તથા કરણભાઇ એન.શીયારનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્હાના આરોપીઓએ એક ટ્રેકટર ટોલી સાથે આ પાણીની મોટરની ચોરી કરેલ છે અને આ આરોપીઓ હાલ ધ્રોલના ખારવા રોડ ખાતે આવેલ હેલીપેડ પાસે હાજર હોવાની બાતમી આધારે સદરહુ બાતમીવાળી જગ્યાએ જતા ત્યાં એક મહિંદ્રા કંપનીનુ ટ્રેકટર ટોલી સાથે હોય અને ચાર માણસો હાજર હોય જે ટોલી ના ભાગે ચેક કરતા તેમા કુલ-૦૮ પાણીની મોટરો હોય જેથી ચારેય માણસોની આગવી ઢબે પુછપરછ કરતા ચારેય ઇસમોએ જણાવેલ કે આજથી આશરે દશેક દિવસ પહેલા ધ્રોલના વાંકીયા ગામ સીમ વિસ્તાર ઉંડ નદીના પટમાંથી આ ૦૮ પાણીની મોટરો આ ટ્રેકટરમા ચોરી કરેલની કબુલાત આપેલ, જેથી સદરહુ ઇસમને તથા ગુન્હામા ઉપયોગમા લીધેલ ટ્રેકટર ટોલી તથા ચોરેલ પાણીની મોટરો સાથે ધોરણસર ધરપકડ કરેલ છે.
આરોપીનું નામ:- (૧) વિશાલ કેશુભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૪ ધંધો. ડ્રાઇવીંગ રહે,ખારવા રોડ આઇ.ટી.આઇ. પાછળ, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર
(૨) કમલેશ ઉર્ફે રામ મગનભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૩ ધંધો. મજુરી રહે.ગાયત્રીનગર, ધોલ તા.ધ્રોલ જી.જામનગર
(૩) પ્રભુદાસ ઉર્ફે બબુ નટુભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે,ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર
(૪) અનીલ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડ જાતે.દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી રહે.ખારવા રોડ આઇ.ટી.આઇ. પાછળ, ધ્રોલ તા.ધોલ જી.જામનગર
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ - (૧) એક લાલ કલરનું મહિંદ્રા કંપનીનું ટ્રેકટર તથા ટોલી ચેસીસ નંબર જોતા- E5112EF2584 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
(૨) ચોરીમા ગયેલ પાણીની મોટર નંગ-૦૮ કિ.રૂ.૨૮૦૦૦/-
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી એચ.વી.રાઠોડ તથા એ.એસ.આઇ. વી.એમ. મકવાણા તથા પો.હેડ.કોન્સ કલ્પેશભાઇ ડી.કામરીયા તથા પો.હેડ કોન્સ. રાજેશભાઈ કે.મકવાણા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા તથા જે.કે.દાલસાણીયા તથા જે.ડી.ગોગરા તથા પો.કોન્સ. રઘુવિરસિંહ સી.જાડેજા તથા નાગજીભાઈ પુંજાભાઈ ગમારા તથા કરણભાઇ નારણભાઈ શીયાર તથા પો.હેડ.કોન્સ. તથા ભગીરથસિંહ કે.જાડેજા તથા રાજેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
