News of Monday, 1st September 2025
ટંકારાના વાછકપરમા માતા, પુત્ર અને પુત્રીએ દવા પી લેતા પુત્રનું મૃત્યુ
માતા-પિતા વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થતા માતાએ દવા પી લેતા બન્ને બાળકોએ ઝેર પીધું

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧ : ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા પરિવારમાં માતા અને પિતા વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થતા આ ઝઘડામાં માતાએ ઝેરી દવા પી લેતા બાદમાં પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જેમાં સગીર પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પુત્રી અને માતાની સારવાર ચાલુ છે.
અરેરાટીભર્યાં બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા હીરાલાલભાઈ સાકરિયા અને તેમના પત્ની કૃપાલિબેન વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતા ગત તા.23 ઓગસ્ટના રોજ કૃપાલિબેને ઝેરી દવા પી લેતા આ ઘટનામાં ઘરકંકાસમા માતા કૃપાલિબેને ભરી લીધેલા પગલાં બાદ પુત્ર હરદેવ ઉ.15 અને પુત્રીએ પણ ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ ઝેરી દવા પી લેનાર ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવતા હરદેવભાઈ ઉ.15નું રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે માતા અને પુત્રી હાલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
