<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

મોટા દડવાના જીતેને મગજ ભમતો હોઇ ઝેરી દવા પી લીધી

રાજકોટ તા. ૧: ગોંડલના મોટા દડવા ગામે ધીરૂભાઇ બુટાણીની વાડીમાં રહી મજૂરી કરતાં જીતેન કાદુભાઇ કનેશ (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આટકોટ પોલીસને જાણ કરાઇ હતી. જીતેન ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો છે અને ખેત મજૂરી કરે છે. તેનો મગજ ભમતો હોવાથી દવા પી ગયાનું તેના ભાઇએ જણાવ્‍યું હતું. (૧૪.૬)

(10:55 AM IST)