<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ધ્રોલના વાંકીયાની સીમમાં પાણીની મોટરની ચોરી કરનાર ૪ ઝડપાયા

૮ મોટર, ટ્રેકટરની ટ્રોલી સહિત ૪.ર૮ લાખનો મુદામાલ ઝડપી લેતી ધ્રોલ પોલીસ

 (સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૧ : ધ્રોલ પોલીસ સ્‍ટેશન વાંકીયા ગામ સીમ વિસ્‍તાર ઉંડ નદીના પટમાથી પાણીની મોટરોની ચોરીના ચાર આરોપીઓને ચોરી કરેલ પાણીની મોટરો કુલ ૦૮ તથા ચોરીમા ઉપયોગ કરેલ એક ટ્રેકટર (ટ્રોલી સાથે) કુલ મુદામાલ કિ.રૂ.૪,૨૮,૦૦૦/-ના મુદામાલ સાથે ધ્રોલ પોલીસે પકડી પાડેલ છે.

ધ્રોલના વાંકીયા ગામ સીમ વિસ્‍તાર ઉંડ નદીના પટમાથી પાણીની મોટરો નંગ-૦૮ કિ.રૂ.૨૮,૦૦૦/-નો કોઇ અજાણ્‍યા ઇસમો ચોરી કરી ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી, થયેલ જે CCTV કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સથી ધ્રોલ પોલીસ સ્‍ટેશન રાજેશભાઇ કે.મકવાણા તથા તથા કલ્‍પેશભાઇ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે. જાડેજા તથા કરણભાઇ એન.શીયારનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્‍હાના આરોપીઓએ એક ટ્રેકટર ટ્રોલી સાથે આ પાણીની મોટરની ચોરી કરેલ છે અને આ આરોપીઓ હાલ ધ્રોલના ખારવા રોડ ખાતે આવેલ હેલીપેડ પાસે હાજર હોવાની બાતમી આધારે સદરહુ બાતમીવાળી જગ્‍યાએ જતા ત્‍યાં એક મહિંદ્રા કંપનીનુ ટ્રેકટર ટ્રોલી સાથે હોય અને ચાર માણસો હાજર હોય જે ટ્રોલીના ભાગે ચેક કરતા તેમા કુલ-૦૮ પાણીની મોટરો હોય જેથી ચારેય માણસોની આગવી ઢબે પુછપરછ કરતા ચારેય ઇસમોએ જણાવેલ કે આજથી આશરે દશેક દિવસ પહેલા ધ્રોલના વાંકીયા ગામ સીમ વિસ્‍તાર ઉંડ નદીના પટમાંથી આ ૦૮ પાણીની મોટરો આ ટ્રેકટરમા ચોરી કરેલની કબુલાત આપેલ, જેથી સદરહુ ઇસમને તથા ગુન્‍હામા ઉપયોગમા લીધેલ ટ્રેકટર ટ્રોલી તથા ચોરેલ પાણીની મોટરો સાથે ધોરણસર ધરપકડ કરેલ છે.

વિશાલ કેશુભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૪ ધંધો. ડ્રાઇવીંગ રહે,ખારવા રોડ આઇ.ટી.આઇ. પાછળ, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર, કમલેશ ઉર્ફે રામ મગનભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૩ ધંધો. મજુરી રહે.ગાયત્રીનગર, ધોલ તા.ધ્રોલ જી.જામનગર, પ્રભુદાસ ઉર્ફે બબુ નટુભાઇ રાઠોડ જાતે દેવીપુજક ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે,ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર, અનીલ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડ જાતે. દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી રહે.ખારવા રોડ આઇ.ટી.આઇ. પાછળ, ધ્રોલ તા.ધોલ જી.જામનગરને એક લાલ કલરનું મહિંદ્રા કંપનીનું ટ્રેકટર તથા ટ્રોલી , ચોરીમા ગયેલ પાણીની મોટર-૦૮ કિ.રૂ.૨૮૦૦૦/- સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરી ધ્રોલ પો.સ્‍ટે. ના પો.ઇન્‍સ. એચ.વી.રાઠોડ, એ.એસ.આઇ. વી.એમ. મકવાણા, પો.હેડ.કોન્‍સ કલ્‍પેશભાઇ ડી.કામરીયા, પો.હેડ કોન્‍સ. રાજેશભાઈ કે.મકવાણા, હરદેવસિંહ જે.જાડેજા, જે.કે.દાલસાણીયા, જે.ડી.ગોગરા, પો.કોન્‍સ. રઘુવિરસિંહ સી.જાડેજા, નાગજીભાઈ પુંજાભાઈ ગમારા,  કરણભાઇ નારણભાઈ શીયાર, પો.હેડ.કોન્‍સ.ભગીરથસિંહ કે.જાડેજા તથા રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કરી છે.

(1:28 PM IST)