<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પડધરીનાં મોટા રામપરમાં રસ્‍તા ઉપર પડેલા મોટા ખાડાથી અકસ્‍માતનો ભય : જુઓ વિડિઓ

તંત્ર તાબડતોબ ખાડા બુરી દે તેવી લોકોની માંગણી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧ :..  રાજકોટ જામનગર હાઈવે પર મોટા રામપર ગામે ગૌશાળા પાસે અકસ્‍માત ને નોતરે તેવા  ખાડા વારંવાર આ જગ્‍યા પર ખાડા પડે છે તંત્ર  કાચુ મટીરીયલ નાખી ને જતું રહે છે.

૨- ૩ દિવસ ના થાય ત્‍યાં રોડ ની હાલત ખરાબ થઈ જાય છે. એક બાજુ ટોલ ટેક્‍સ માં વધારો થતો રહે છે તે છતાંય સામે રોડ રસ્‍તા સારા બનાવવામાં કે સમારકામ કરવામાં કચાસ રાખી દે છે રાત્રિના સમય દરમ્‍યાન કોઈ નાના કે મોટા વાહન ત્‍યાંથી પસાર થાય ને દેખાય નહી તો અકસ્‍માત સર્જાય શકે છે એક તરફ સરકાર હેલ્‍મેટ નો કાયદો કડક કરી રહી છે તો બીજી તરફ રોડ રસ્‍તા ખરાબ છે વાહન ચાલકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ટેક્ષ શા માટે લે છે.

જો રોડ રસ્‍તા સારા બનાવવા ન હોય કે સમારકામ ન કરવા હોય તો ટોલટેક્‍સ બંધ કરી દો વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમારા વાહનો માં નુક્‍શાન પહોંચે છે તેમજ હાડકાના મણકા નોખા પડી જાય એવડા મોટા ખાડા પડેલ છે.

આ બાબત પર થી એવું લાગી રહ્યું છે કે તંત્ર હજી સૂતેલું દેખાય છે આવી ને આવી બેદરકારી કયાં સુધી ચાલશે ? વહેલામાં વહેલી તકે રોડ પર પડેલ તમામ ખાડાઓનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ છે. (પ-ર૦)

(1:32 PM IST)