News of Monday, 1st September 2025
ભવનાથ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં મન કી બાત ટુ વે કાર્યક્રમ યોજાયો

જુનાગઢ તા. ૧: આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દેવા સોરઠના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ૧૨૫ મી મન કી બાત ભવનાથ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સૌ પ્રથમ વાર ટુ - વે સિસ્ટમ સાથે યોજાયો હતો.
ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ મનકી બાત કાર્યક્રમ માં ટુ વે સિસ્ટમ થી પ્રધાનમંત્રી સાથે સાથે વિશ્વનાં અનેક લોકોએ સંતો મહંતોનાં દર્શન કર્યા હતા. કાર્યક્રમ બાદ ગૌરક્ષ આશ્રમ શેરનાથ બાપુ નાં સાનિધ્યમાં સંતો મહંતો તથા ભક્તોએ મહા પ્રસાદ લીધો હતો તથા ભક્તોએ સંતો મહંતો ને ભેટ પુજા અર્પણ કરી હતી... ગુજરાત સૌરાષ્ટ્ર તથા સમગ્ર ભવનાથ ક્ષેત્રના સંતો મહંતો સંત શ્રી શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ ચાંપરડા ,વિજય બાપુ સતાધાર ,ભયલુ બાપુ પાળીયાદ, મહાદેવ ભારતી બાપુ ભારતી આશ્રમ, જગજીવનદાસ બાપુ સુર્યમંદિર ,રઘુબાવા, રામાનંદ બાપુ, નિલકંઠાનંદજી બાપુ,પુર્ણાનંદજી બાપુ જટાશંકર મહાદેવ,વિનુબાપુ, સોમનાથ બાપુ ગૌરક્ષનાથજી જગ્યા, શ્રઘ્ધાનંદજી બાપુ ધોરાજી, ગીરીશ આતા મઢડા,લાલુગીરી બાપુ, અનિરુદ્ધદાસબાપુ, દલપતગીરી બાપુ, હિમાંશુ ગીરી બાપુ, તથા મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહાનગર પ્રભારી મુકેશભાઈ દાસાણી, મેયર ઘર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવી બેન ઠાકર, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, પુર્વ પ્રમુખ પુનિતભાઇ શર્મા, પ્રદિપભાઇ ખીમાણી,ડો.ચીખલીયા,કે.ડી.પંડયા, ગીતાબેન પરમાર, ગીરીશભાઈ કોટેચા, વિનુભાઈ ચાંદેગ્રા, હરેશભાઈ પરસાણા, આઘ્યાશકિતબેન મજમુદાર,માલદેભાઈ ડોડીયા, ભરતભાઈ કારેણા, ઓમભાઈ રાવલ, ભરતભાઈ બાલસ, જે.કે.કણસાગરા, આ કાયઙ્ઘકમ ના ઇન્ચાર્જ આકાશભાઈ કટારા, નિર્ભયભાઈ પુરોહિત,યોગીભાઈ પઢીયાર, અશોકભાઈ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ વોર્ડ પ્રમુખ મહામંત્રી તથા વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી યુવા મોરચાના કાર્યકતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
