<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

પાંચ વર્ષ હરીફરી દુષ્‍કર્મ આચર્યા બાદ એક વર્ષ પછી પોલીસ મથકમાં યુવતીની દુષ્‍કર્મની ફરિયાદ : તળાજા પંથકની ચકચારી ઘટના

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨: તળાજા પોલીસ મથકમાં આજે વધુ એક દુષ્‍કર્મ ની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી હાલ પુખ્‍તવયના છે પરંતુ તે જ્‍યારે સગીર વયના હતા તે સમયે આરોપી ફરિયાદી સગીર વયની છે તેમ જાણતો હોવા છતાંય શારીરિક છેડછાડ,અડપલા અને અલગ અલગ સ્‍થળે લઈ જઈ ને મરજી વિરુદ્ધ શારીરિક સબંધો અનેક વખત બાંધ્‍યા હોવાના આરોપ સાથેની ફરિયાદ નોંધી તળાજા પોલીસે આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

દુષ્‍કર્મની કેટલીક પોલીસ દફતરે નોંધાતી ફરિયાદો અનેક તર્ક સાથે પ્રશ્‍નો ઉદભવી શકે આમ જનતા ના મનમાં તેવી હોય છે. આવાજ પ્રકારની એક ફરિયાદની તળાજા પોલીસ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ હાલ ઘરકામ કરતી ૧૯ વર્ષીય યુવતીએ જુના શોભાવડ ગામના નરેશ ઉર્ફે અંકુર વેલજીભાઈ મકવાણા વિરુદ્ધ નોંધાવી છે.

 ગુન્‍હાની શરૂઆત ગત તા.૨૧/૮/૨૦૧૯ ના રોજ થઈ હતી જે ૧૨/૧૨/૨૪ સુધી ચાલી હતી. પ્રથમ વખત ભોગ બની ત્‍યારે ફરિયાદી પંદરેક વર્ષની હોવી જોઈએ. આરોપી પુખ્‍તવયનો હોય અને તે જેની સાથે શારીરિક અડપલા અને અલગ અલગ સ્‍થળે લઈ જઈ સંબધો બાંધે છે તે સમયે ફરિયાદી સગીર હોવા છતાંય પાંચ વર્ષ દરમિયાન અનેક વખત મરજી વિરુદ્ધ સબંધ બાંધ્‍યા છે. જેમા વિડિઓ ઉતારી ને સબંધ નહીં બાંધે તો બદનામ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્‍યો છે.

 પોલીસે જણાવ્‍યું હતુકે ફરિયાદી ને મેડિકલ માટે મોકલવામાં આવેલ છે.આરોપી ને પકડવાનો બાકી છે તેનો મોબાઈલ કબજે લઈ ઉતારેલ વિડિઓ બાબતે ખરાઈ કરી ને પુરાવાના ભાગ રૂપે કબજે લેવામાં આવશે.પાંચ વર્ષ અનેક વખત સબંધ બાંધેલ તેમાં ભાવનગર પણ લઈ જવામાં આવેલ હોવાનું સતાવાર સાધનોએ જણાવ્‍યુ હતું. આરોપી નરેશ મકવાણા હાલ પરણિત છે

(10:54 AM IST)