<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

માળીયામિંયાણા પાસે ટ્રક-ટ્રેલર પાછળ બે બાઇક અથડાતા એકનું મોતઃ બેને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ર :..   માળિયામિંયાણાના  સોનગઢ ગામના પાટિયાથી પીપળીયા ચાર રસ્‍તા તરફ જતા રોડ પર ટ્રક ટ્રેઇલર જતું હતું જેની પાછળ બે બાઈક અથડાતા એક બાઈક ચાલકનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું બીજા બાઈકના ચાલક અને પાછળ બેસેલ સહીત બે વ્‍યક્‍તિને ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલકની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

 

કચ્‍છના અંજારના રહેવાસી શંકરભાઈ હીરજીભાઈ મહેશ્વરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ ઓગસ્‍ટના ઓરજ રાત્રીના સાડા અગિયાર વાગ્‍યાના અરસામાં ફરિયાદી કરણી કળપા ટ્રાન્‍સપોર્ટની ટ્રક ટ્રેઇલર જીજે ૩૯ ટી ૯૬૯૨ લઈને માળિયા શ્રી રામ સોલ્‍ટ કારખાનેથી મીઠું ભરીને ઘડી કંપની કુરંગા દેવભૂમિ દ્વારકા જવા રવાના થયો હતો અને રાત્રીના સાડા બારેક વાગ્‍યે માળિયાના સોનગઢ પાટિયાથી પીપળીયા ચાર રસ્‍તા તરફ ૨૦૦ મીટર આગળ પહોંચ્‍યો ત્‍યારે ટ્રક ટ્રેઇલર પાછળ કોઈ વાહન ભટકાયુ હોય તેવો અવાજ આવતા ટ્રેઇલર સાઈડમાં ઉભું રાખી નીચે ઉતરી જોતા બે બાઈક ટ્રેઇલર પાછળ અથડાયા હતા ટ્રક ટ્રેઇલર પાછળ બાઈક જીજે ૩૬ એએન ૩૧૮૪ અને બાઈક જીજે ૩૬ ઈ ૮૩૩૫ બંને અથડાયા હતા

 

જે અકસ્‍માતમાં એક બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સ્‍થળ પર જ મોત થયું હતું બીજા બાઈકના ચાલક અને પાછળ બેસેલ બંને વ્‍યક્‍તિને ઈજા પહોંચી હતી જેથી એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે હોસ્‍પિટલ લઇ ગયા હતા જોકે મળતકોની ઓળખ હાલ થઇ સકી નથી માળિયા પોલીસે ટ્રક ટ્રેઇલર ચ્‍લાકની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

(1:15 PM IST)