News of Tuesday, 2nd September 2025
માધવપુરની સીમમાં તીનપતી જુગાર ખેલતા ૮ મજૂરો ર૦,૪૪૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. માધવપુરની ખારસ સીમમાં જાહેરમાં જૂગાર રમતા મજૂરી કામ કરતા આઠ વ્યકિતઓને ર૦,૪૪૦ ની રોકડ સાથે પોલીસે પકડીને જૂગાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.
માધવપુર પોલીસે સ્ટેશનનાં પોલીસ ઇ. કે. એન. ઠાકરીયા, પોલીસ સ.ઇ. આર. જી. ચુડાસમાની સુચના મુજબ માધવપુર પોલીસ સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના પો. કો. ધર્મેશભાઇ ગોવિંદભાઇને બાતમી આધારે માધવપુર ગામ ખારસ સીમ વિસ્તારમાં જૂગાર રમતા મજૂરી કામ કરતા વિજય રામભાઇ ધરસંડા, રામદે રાજશીભાઇ વારા, નારણ પરબતભાઇ વાઢીયા, દુષ્યંત વશરામભાઇ ભુવા, પ્રભુદાસ કરશનભાઇ ભુવા, કિરણ ધનાભાઇ વાજા, રમેશ સરમણભાઇ તથા ગોવિંદ ડાયાભાઇ ભુવાને પોલીસે રોકડ રૂા. ર૦,૪૪૦ સાથે પકડી લીધા હતાં.
આ જુગાર દરોડાની આ કામગીરીમાં કરવામાં માધવપુર પો. સ્ટે.ના પોલીસ ઇ. કે. એન. ઠાકરીયા તથા પોલીસ સ. ઇ. આર. જી. ચુડાસમા, પો. હેડ કો. એચ. એમ. મોઢવાડીયા, સી. એચ. સોલંકી, અનિલભાઇ વિરમભાઇ, પો. કો. રામભાઇ દેવાભાઇ તથા ધર્મેશભાઇ ગોવિંદભાઇ, નિલેષભાઇ ડોડીયા અને રાહુલભાઇ રામજીભાઇએ રીતેના વિગેરે માણસો રોકાયેલ હતાં. જૂગાર રમતા ઝડપાયેલા તમામ આઠેય મજૂરી કામ કરતા હોવાનું પુછપરછમાં લખાવ્યું છે. (પ-૧૧)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
