News of Tuesday, 2nd September 2025
ગોંડલ પાસે નેશનલ હાઇવે ઉપર એસ.ટી. બસ હડફેટે બાઇકસ્વાર યુવાનનું મોત : જુઓ વિડિયો
યુવાનના માથા ઉપર બસનું ટાયર ફરી વળતા અરેરાટીઃ મૃતક યુવાનના ખિસ્સામાંથી ભાવીક લશ્કરીયા રે. ગોંડલનું લાયસન્સ નીકળ્યું : અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફીક જામ થઇ ગયો'તોઃ બસ ચાલક નાસી છુટયો

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા. રઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે કુખ્યાત બન્યો છે, ત્યાં આજે ફરી એક કરુણ ઘટના બની હતી. ભરૂડી ગામના પાટિયા નજીક એક એસ.ટી. બસે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતક બાઈક ચાલક હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે દરમિયાન, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની ઞ્થ્૧૮ક્ષ્વ્ ૧૯૪૧ નંબરની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારના માથા પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું તત્કાળ મળત્યુ થયું હતું.
અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી ફરાર બસ ચાલકની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને પગલે મળતકના પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ઞ્થ્૦૩પ્લ્ ૮૫૬૯ નંબરનું બાઇક સવાર પીપળીયા પાસે સિગ્નલ નામની કંપનીમાં કામ કરે છે બાઇક સવાર ગોંડલ થી અપડાઉન કરે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી સ્થાનિક લોકોએ મળતક ના પહેરવેશ જે કંપનીનો પહેર્યો હતો હતો કંપની માં પણ જાણ કરી હતી અને ખિસ્સામાંથી લાઇસન્સ નીકળ્યું હતું જેમાં ભાવિક લશકરીયા રહે ગોંડલ શહેરમાં ભોજરાજપરા નરશીમંદિર પાસે ઉ.વ. આશરે ૨૭ હોવાનું જાણવા મળ્યું છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
