<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભાજપા બક્ષીપંચ મોરચા સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર હેમરાજભાઈ પાડલીયાના જન્મદિવસે કાલે બ્લડ ડોનેશન કેમ્પ ,વૃક્ષારોપણ અને આરોગ્ય કેમ્પ

જન્મદિવસ ની ઉજવણી સેક્ટર ૨૪, બાપાસીતારામ મઢુલી પાસે, બગીચાની સામે, ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાશે

 ( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : શ્રી ઋષિવંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક પ્રમુખ  અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર  હેમરાજભાઈ પાડલીયાનો તા.૩/૯/૨૦૨૫ ને બુધવારે જન્મ દિવસ હોવાથી તે દિવસે સવારમાં ૧૦/૩૦ કલાક થી ૧૨/૦૦ કલાક સુધી  વૃક્ષારોપણ અને નિઃશુલ્ક આંખ ની તપાસ,દવા અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક નંબરના ચશ્માના વિતરણના સેવા કાર્યો, બ્લડ ડોનેશન કેમ્પ  દ્વારા જન્મદિવસની ઉજવણી સેક્ટર ૨૪, બાપાસીતારામ મઢુલી પાસે, બગીચાની સામે, ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યભરમાંથી ઋષિવંશી-વાળંદ સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

(6:43 PM IST)