News of Tuesday, 2nd September 2025
જામીન બાદ ત્રણ વર્ષથી ફરાર થયેલો ભાવનગરના ડબલ મર્ડર કેસનો આરોપી સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
પોલીસે બાતમીના આધારે આરોપીને વઢવાણ તાલુકાના મેમકા ગામેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો

સુરેન્દ્રનગર ડબલ મર્ડરના ગુન્હાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોઇ પેરોલ ફર્લો સ્કોવોડે બાતમીના આધારે ઝડપી પાડયો. આરોપી ધનશયામભાઇ ઉર્ફે ધનો ધલવાણીયા બોર તળાવ પોલીસ સ્ટેશન ભાવનગર ડબલ મર્ડરમા સડવાયેલો હતો. આરોપી વચગાળાના જામીન મેળવી ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને વઢવાણ તાલુકાના મેમકા ગામેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
