<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભાવનગરના સિહોરના રામપરા ગામના મેલડી માતાજીના મંદિરમાં લાખોની ચોરી

મંદિરના ચાંદીના છત્તર, મુગટ અને ચાંદીના શ્રીફળ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી

ભાવનગરના સિહોર તાલુકામાં આવેલ રામપરા ગામના પ્રખ્યાત મેલડી માતાજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને લાખો રૂપિયાની કિંમતની વસ્તુઓની ચોરી કરી હતી. ચોરોએ મંદિરના ચાંદીના છત્તર, મુગટ અને ચાંદીના શ્રીફળ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. અંદાજે 12 કિલો ચાંદી અને 8 ગ્રામ સોનાની ચોરી થઈ હોવાનું અનુમાન છે, જેની કુલ કિંમત 6.5 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનાને પગલે ભાવિક ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 PM IST)