<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

કચ્‍છમાં દંપતીના ઝઘડામાં પતિ ૫૦ ફૂટ ઊંચે મોબાઇલ ટાવર પર ચડી ગયો...

હું મરી જઈશ એવું કહેતા પતિ ૪ કલાકની સમજાવટ બાદ અંજાર તાલુકાના : વરસામેડી ગામે મનોજ જગન્નાથ જાટવ માંડ માંડ નીચે ઉતર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : દંપતીઓ વચ્‍ચેનો કંકાસ જાણે હવે રોજિંદા જીવનનો હિસ્‍સો બની ગયો હોય એમ પતિ પત્‍ની કોઈ પણ નમતું જોખવા તૈયાર થતા નથી. પરિણામે ઘણીવાર વિપરીત પરિણામો જોવા મળે છે.

કચ્‍છના અંજારની ભાગોળે આવેલા વરસામેડી ગામે મનોજ જગન્નાથ જાટવ નામનો યુવાન મોબાઇલ ટાવર ઉપર ૫૦ ફૂટ ઊંચે ચડી નીચે કૂદવાની ધમકી સાથે મરી જવાની ચીમકી આપતો હતો. આ બાબતે પોલીસ અને તંત્રને જાણ થતા દોડધામ મચી હતી.

એકઠા થયેલા લોકો, પોલીસની ૪ કલાકની સમજાવટ બાદ માંડ તે નીચે ઉતર્યો હતો. પતિ પત્‍ની વચ્‍ચેના દરરોજના ઘરેલુ કંકાસ બાદ મનોજ પત્‍નીને પોતે મરી જશે એવું કહી મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો.

(10:46 AM IST)