<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને શ્રાવણમાં ૧૬.૧૭ લાખ ભાવિકો ઉમટયા

૮૦૦ થી વધુ ધ્‍વજા પૂજા, ૯૭૯૭ રૂદ્રભિષેક પાઠ, ૧૨૦૦ થી વધુ શ્રી સોમેશ્‍વર મહાપૂજા : સોશ્‍યલ મિડીયાના માધ્‍યમથી કરોડો ભકતોએ ઘરે બેઠા દર્શન કર્યા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: શ્રાવણ માસનો પ્રારંભ તા.૨૫ જુલાઈ રોજ થયેલ અને તા.૨૩ ઓગસ્‍ટના રોજ શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો, જન્‍માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક- શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્‍તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. આ શ્રાવણ નવા પ્રકલ્‍પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો, જેમાં અનેક નવી પહેલ ને કારણે યાત્રી સુવિધાઓ વધુને વધુ સુલભ બની હતી.

સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને ૧૬.૧૭ લાખથી વધુ ભક્‍તો ધન્‍ય બન્‍યા હતા. તો સાથેજ ૫૦ થી વધુ દેશોમાં ૧૮.૩૨ કરોડ ભક્‍તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ તીર્થમાં  ખાસ કરીને શ્રાવણના સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અમાસ દરમ્‍યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી, આ સાથે જન્‍માષ્ટજમી પર શ્રાવણની સર્વાધિક ૧.૭૩ લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્‍યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

બાળકોને મળ્‍યો સોમનાથનો પોષણ પ્રસાદઃ

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા ત્‍યારે તેઓશ્રીના શુભહસ્‍તે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ ઙ્કસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્‍યો હતો. માન.મુખ્‍યમંત્રીશ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ ૭,૦૦,૦૦૦ લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂ. ૧ કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્‍વરૂપ ૨૮ ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

સોમનાથની કળા આરાધનાની પુનઃ પ્રતિષ્‍ઠા

શ્રી સોમનાથ ટ્રસ્‍ટ , ગુજરાત પ્રવાસન, અને IGNCA કળત ‘વંદે સોમનાથ' કાર્યક્રમ માત્ર એક કલા મહોત્‍સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્‍કળતિક દિવ્‍યતા અને કલાત્‍મક વારસાની પુનઃઙ્ઘતિષ્ઠા રૂપ મહોત્‍સવ બન્‍યો હતો. ભારતીય સંસ્‍કળતિ અને ગૌરવના પુનઃ સ્‍થાપક આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ- મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ ફક્‍ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્‍કળતિ ગૌરવમય વારસાનું કેન્‍દ્ર બની રહ્યું છે - જ્‍યાં ભક્‍તિ, ભવ્‍ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થયા હતા. ઇતિહાસમાં જેમ સોમનાથ માં હજારો નળત્‍યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્‍મક સ્‍વર્ણિમ સતયુગ આ કાર્યક્રમ થકી ફરી સ્‍થાપિત થઈ ચૂકયો હોય તેવી લાગણી સર્જાઈ હતી.

વિશ્વના ખૂણે-ખૂણે ‘જય સોમનાથ'

શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્‍યલ મીડીયા મહત્‍વનું માધ્‍યમ બન્‍યુ હતું. જેમાં ટ્રસ્‍ટ દ્વારા વિવિધ શોશ્‍યલ મીડીયા પ્‍લેટફોર્મ પર ૪૫ દેશમાં વસતા ૧૮.૩૨ કરોડ થી વધુ ભક્‍તોએ સોમનાથ મહાદેવના નિત્‍યદર્શન, પુજા, આરતી, જીવંત ઙ્કસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્‍ય દર્શન અને એમના વિશેષ મહાત્‍મ્‍ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્‍તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.

મહાનુભાવો આગમનઃ

શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી, જેમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય કળષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાંત લદ્દાખના રાજ્‍યપાલ  કવિન્‍દર ગુપ્તા, ગુજરાતના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, ભાનુબેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતીનભાઇ પટેલ, પૂર્વ ગળહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, શણૂણૂ ના ચેરમેન  જયભાઈ શાહ સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.

ટ્રસ્‍ટ પરિવારની પ્રયત્‍નશીલતાઃ

શ્રાવણ દરમ્‍યાન માન.ટ્રસ્‍ટીગણના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી યોગેન્‍દ્રભાઇ દેસાઇની નિરંતર મળતી સુચનાઓ અને રૂબરૂ પધારીને માર્ગદર્શન થકી ટ્રસ્‍ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા શ્રાવણ માસ દરમ્‍યાન સ્‍વચ્‍છતા, યાત્રીસુવિધા, પાર્કીગ નિયમન, પ્રસાદ વિગેરે વ્‍યવસ્‍થાઓ ઉત્તમ રીતે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી સુંદર વ્‍યવસ્‍થામાં ગોઠવવામાં આવેલ હતી.

(10:33 AM IST)