<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

તળાજાના ટીમાણાના વૃધ્‍ધ ખેડૂત ટ્રેક્‍ટર સાથે શેત્રૂંજી નદીમાં ડૂબી ગયો

ભાવનગર તા.૩: તળાજા તાલુકાના ટીમાણા ગામ શેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતાં સમયે   વળદ્ધ ખેડૂત વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા ટ્રેક્‍ટર સાથે નદીમાં ખાબકયા હતા. છે. NDRFની ટીમે ૬ થી ૭ કલાકની જહેમત બાદ મળતદેહ બહાર કાઢયો હતો.

સવારે શેત્રુંજી નદીના કોઝવેમાં વલ્લભભાઈ ઉ.વ.૬૦ જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા હતા અને ભાદરવાલ ગામના રહેવાસી હતા, તેઓ પોતાના ટ્રેક્‍ટર લઈને ટીમાણા ગામ પાસે શેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક કોઈ અગમ્‍ય કારણોસર તેમનું ટ્રેક્‍ટર બેકાબુ બન્‍યું અને નદીના ઊંડા પાણીમાં ખાબકયું હતું, આ અકસ્‍માતમાં વલ્લભભાઈ ટ્રેક્‍ટર સાથે નદીમાં ડૂબી ગયા હતા.

આ બનાવવાની જાણ થતા તળાજા ફાયર વિભાગ ની ટીમ એ પાંચથી છ કલાકની સઘન શોધખોળ બાદ આખરે મળતદેહ મળી આવ્‍યો હતો. બોડી મળ્‍યા બાદ તેને તાત્‍કાલિક અસરથી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સીએસસી તળાજા ખાતે લઈ જવામાં આવી  હતી.

બનાવ  ની જાણ થતા જ આસપાસના લોકો અને ગ્રામજનો તાત્‍કાલિક સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. તેમણે તરત જ તળાજા ફાયર વિભાગને જાણ કરી હતી.  શરૂઆતમાં ફાયર વિભાગની ટીમે સ્‍થાનિકોની મદદથી પાણીમાં વલ્લભભાઈ અને ટ્રેક્‍ટરને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નદીનું પાણી ઊંડું હોવાને કારણે અને પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્‍કેલી પડી રહી હતી.આ અંગે તળાજા મામલતદારે જણાવ્‍યું હતું કે, પરિસ્‍થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા વધુ મદદ માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી. NDRFની ટીમ પણ તાત્‍કાલિક રવાના કરવામાં આવી હતી. આ બનાવ થી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.(૬.૭)

(10:47 AM IST)