<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

થાનમાં રમત-રમતાં સાત વર્ષના છોકરાએ છ વર્ષના છોકરાને બેઠકમાં હવા ભરી દીધી

એર કમ્‍પ્રેશરની મળી મુકી હવા ચાલુ કરી દેતાં બાળકની હાલત બગડી ગઇઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩: બાળકો રમત-રમતમાં ઘણીવાર મુશીબત નોતરી લેતાં હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં  થાનની એક કંપનીમાં કામ કરતાં પરપ્રાંતિય મજૂર દંપતિના ૬ વર્ષના દિકરાની સાથે રમી રહેલા અન્‍ય પરપ્રાંતિય મજૂરના છ-સાત વર્ષના દિકરાએ એર કમ્‍પ્રેશરની નળીથી બેઠકના ભાગે હવા ભરી દેતાં છ વર્ષના બાળકની હાલત ખરાબ થઇ જતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ થાનમાં આવેલી એક કંપનીમાં કામ કરતાં મુળ ઓરીસ્‍સાના મજૂરનો છ વર્ષનો દિકરો ગઇકાલે કંપની એરીયામાં અન્‍ય એક પરપ્રાંતિય એમપીના મજૂરના છ-સાત વર્ષના દિકરા સાથે રમતો હતો. રમત રમતમાં આ ટાબરીયાએ છ વર્ષના ટાબરીયાની બેઠકના ભાગે એર કમ્‍પ્રેશરની નળી મુકી હવા ભરી દેતાં આ છ વર્ષના બાળકની હાલત બગડી ગઇ હતી. તેને ચક્કર આવવા માંડતા અને પડી જતાં સારવાર માટે થાન હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આંતરીક ઇજા થઇ હોઇ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેવાતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે.

બનાવ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે જાણ કરતાં થાન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(11:16 AM IST)