હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આવતા માસે બેટની પવિત્ર ભૂમિ પર પૂ.ભાઇશ્રીની ભાગવત કથા
બેટ દ્વારકાની પાવન ભૂમિ પર વતનનું ઋણ ચૂકવવા મસ્કત નિવાસી અશ્વિનભાઇ ધરમસીભાઈ નેણસી પરિવાર દ્વારા અદભુત ધર્મલાભ આપતુ આયોજન બેટના ધાર્મિક, સામાજિક અગ્રણી હેમભા વાઢેરના નેતળત્વમા રચાયેલ કમિટી દ્વારા તડામાર તૈયારીઓઃ માત્ર ધાર્મિક જ નહીં, આરોગ્યલક્ષી સેવાઓની પણ સપ્તાહ દરમિયાન જયોત ઝળહળશેઃ ભાવિકો દરેક પ્રસંગમાં રસતરબોળ બને તે માટે કોઈ કચાસ નહિ રાખવામાં આવે

( આલાપ ભરતભાઈ બારાઇ - દ્વારા) ઓખા તા.૩: દેવભૂમિ દ્વારકા અર્થાત્ બેટ દ્વારકાની પવન ભૂમિ પર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભાવિક ભક્તો તેની ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. બેટ દ્વારકામાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા ૮ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે.
ભાવિક ભક્તોને અનેરો લાભ મળે તે માટે કથાના આયોજન માટે દાતા તરીકે મસ્કત ઓમાનના વતનપ્રેમી દાતા શ્રી. અશ્વિનભાઇ ધર્મસિંહ નેણસી પરિવાર રહશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી ભારે ભક્તિભાવપૂર્વક થાય અને ભાવિકો કથા સાથે દરેક પ્રસંગોમાં રસ તરબોળ બને તેવા અદભુત આયોજનની જવાબદારી બેટ દ્વારકાના મોટા ગજાના અગ્રણી એને ધર્મપ્રિય અગ્રણી હેમભા વાઢેર તથા સમગ્ર રહેવાસીઓ દ્વારા પોતાના આંગણે પ્રસંગ હોય તે રીતે સાંભળી આયોજન માટે તડામાર તૈયારીઓ ચલાવી રહ્યા છે.
ભાગવત સપ્તાહ અંતર્ગત ફકત ધાર્મિક જ નહીં સેવાકીય આયોજન અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ દ્વારા આયોજનને અનેરું મહત્વ જાળવવા પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે , ભાવિકોના પ્રવાહ ધ્યાને રાખી ભાવિક ભકતોને કોઈ અસુવિધા ન થાય તે માટે બેટની લોહાણા મહાજનવાડી, દ્વારકાનાથ મંદિરનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે.
કથા તારીખઃ ૮ થી ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫, સમયઃ સવારે ૯:૩૦ થી બપોર ૧:૦૦ કલાકે, સ્થળઃ નાગનાથ મેદાન, દ્વારકાનાથ મંદિર પાસે, બેટ દ્વારકા, મનોરથશ્રીઃ શ્રી અશ્વિનભાઈ ધર્મશી નેણશી પરિવાર, મસ્કત (ઓમાન), પ્રતિદિન કથા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવશે.
કથા સાથે આરોગ્યલક્ષી સેવાપ્રવળત્તિઓ અને નિઃશુલ્ક કેમ્પો તા. ૧૦-૧૦-૨૦૨૫ (શુક્રવાર): મોતીયાબિંદ ઓપરેશન (સહયોગી - શિવાનંદ મિશન, વિરમગામ), તા. ૧૧-૧૦-૨૦૨૫ (શનિવાર): સર્વરોગ નિદાન કેમ્પ (શ્રી રામ જાહેર હોસ્પિટલ, ગોંડલ), બ્લડ ડોનેશન કેમ્પ (શ્રી રામ બ્લડ બેન્ક, પોરબંદર), તા. ૧૨-૧૦-૨૦૨૫ (રવિવાર): સર્વરોગ નિદાન કેમ્પ (ઓશવાલ આયુષ હોસ્પિટલ, જામનગર), તા. ૧૧-૧૦-૨૦૨૫ (શનિ/રવિ): કેન્સર પ્રિવેન્શન અને વેક્સિનેશન કેમ્પ (કુંડલિયા કેન્સર ફાઉન્ડેશન, રાજકોટ), કેમ્પ સ્થળઃ લોહાણા મહાજન વાડી, દ્વારકાનાથ મંદિર પાસે, બેટ દ્વારકા. આ કથા માટે ભાઈશ્રીની લોકચાહના તથા અશ્વિનભાઈ નેણશી પરિવારના વિશ્વભરના ગુજરાતી પરિવારો સાથેના સારા સંબંધોને કારણે, બેટ દ્વારકામાં ભવ્ય પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેવી ધારણા છે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે સંકલન સમિતિમાં: બિપિનભાઈ ભટ્ટ, રવિ હેમભા વડેર, સંજયભાઈ તરૈયા, મયુરસિંહ યાદવ, બિપિનભાઈ સામાણી, ઓમભાઈ તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
