<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જુનાગઢમાં રાત્રે અશ્વિનભાઇ સાંકળીયાને શ્રધ્‍ધાંજલી આપવા સંતવાણીનો કાર્યક્રમ

શિવરાજભાઇ વાળા, દેવલ મહેતા સહિતના કલાકારો શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩: મુળ બેલા હાલ મેંદરડા નિવાસી અશ્વિનભાઇ ભાનુશંકરભાઇ સાંકળીયાનું તા.૨૩ના રોજ અવસાન થતા તેમને શ્રધ્‍ધાંજલી આપવા આજે રાત્રે ૯ કલાકે રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન શીશુમંગલ સામે ગાંધીગ્રામ જુનાગઢ ખાતે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.

જેમાં લોકસાહિત્‍યકાર શિવરાજભાઇ વાળા તથા દેવલ મહેતા સહિતના નામી અનામી કલાકારો સંતવાણી રજુ કરશે અને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે તો આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારોએ ઉપસ્‍થિત રહેવા ભાવેશભાઇ સાંકળીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

(12:26 PM IST)