News of Wednesday, 3rd September 2025
જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં ઉર્ષનો પ્રારંભઃ આભુષણોની મહંત ભીમબાપુ દ્વારા ચંદન વિધિ

જૂનાાગઢઃ જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સ નો પ્રારંભ થયો હતો જેમાં આજે પ્રથમ રાત્રીએ ચંદન વિધિના કાર્યક્રમમાં દાતારબાપુના અમૂલ્ય આભૂષણો જે ગુફામાંથી વરસ માં એક જ વખત બહાર કાઢવામાં આવે છે તે આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા આ પ્રસંગે જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા ચંદન વિધિ ના આ કાર્યક્રમમાં પધારેલા ભાવિક ભકતો નું સન્માન સાથે આદર ભાવ સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ડે મેયર આકાશ કટારા સહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા યોગીભાઈ પઢિયાર વગેરે હાજર રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
